Site icon Revoi.in

અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીએ શિક્ષકોના રોકડ રજાના 10 કરોડ ચાઉં કર્યાની ફરિયાદ

Social Share

અમદાવાદઃ જિલ્લાની પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને શિક્ષકોના રોકડ રજાના  પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની 5000 જેટલી અરજીઓ ભરીને રાજ્ય સરકારની તિજોરીમાંથી 10 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું હતું. ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું માનવુ છે કે આ માત્ર પ્રાથમિક ખુલાસો છે, શક્ય છે કે વાસ્તવમાં ઘણી મોટી રકમનું કૌભાંડ થયું હોવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ ત્રણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજેશ રામીએ અમદાવાદ જિલ્લાના આઠ તાલુકાના શિક્ષકોના નામે નકલી ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. જિલ્લા પંચાયત કચેરીના એક અધિકારીએ જણાવ્યું કે, તેણે નાણાંકીય વર્ષ 2016-17 અને 2020-21 દરમિયાન આ કૌભાંડ કર્યું હતું. ત્રણ તાલુકાના દસ્તાવેજોની તપાસ કરતા  9.99 કરોડ રુપિયાનું કૌભાંડ થયું હોવાની માહિતી મળી છે. પોલીસનું માનવું છે. કે, આ કૌભાંડ ઘણું મોટું હોવું જોઈએ.

આ કેસની માહિતી આપતા અમદાવાદ શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજેશ રામી વિરુદ્ધ 15મી જુલાઈના રોજ કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તેણે રજાનો ખોટો રેકોર્ડ જમા કરાવીને સાત કરોડ રુપિયા પડાવ્યા છે. 2016-17ના ઓડિટ રિપોર્ટ પરથી આ સ્કેમની વિગતો સામે આવી હતા. જ્યારે અકાઉન્ટની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કરોડો રુપિયાની હેરફેર થઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે, આરોપીએ વિવિધ શિક્ષકોના નામ કોપી કર્યા હતા અને તેમના નામે ખોટી રજાની અરજીઓ મુકી હતી. તેણે અકાઉન્ટ નંબર બદલી કાઢ્યા અને રોકડ રજાના પૈસા પોતાના અથવા પોતાના પરિવારના કોઈ સભ્યના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પોતે અકાઉન્ટન્ટ હોવાને કારણે તે સરળતાથી આ કામ પર દેખરખ રાખી શકતો હતો.

Exit mobile version