Site icon Revoi.in

અમદાવાદ IPL ની ટીમ હવે ‘ગુજરાત ટાઈટન્સ’ તરીખે ઓળખાશે  – હાર્દીક પંડ્યા રહેશે કેપ્ટન

Social Share

 

અમદાવાદ- જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની અમદાવાદની ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવેથી આ ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ તરીકે ઓળખાશે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ ટીમમાં હાર્દિક પંડ્યા ઉપરાંત શુભમન ગિલ અને રાશિદ ખાન પણ સામેલ થઈ ચૂક્યા છે. ગુજરાત ટાઇટન્સના નામ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી અને ઘણા અહેવાલો અનુસાર સત્તાવાર રિતે આ ટીમનું નામ અમદાવાદ ટાઇટન્સ જાહેર કરીદેવાયું છે.

આ સાથે જ આઈપીએલની 15મી સીઝનમાં  અમદાવાદની આ ટીમ ડેબ્યૂ કરીને, ગુજરાત ટાઇટન્સ રાજ્યની ક્રિકેટ રમતની ઘરોહરને આગળ ઘપાવીને રાજ્યનું નામ રોશન કરશે.

ગુજરાત ટાઇટન્સે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આશિષ નેહરાને તેમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ટીમ ઇન્ડિયાના 2011 વર્લ્ડ કપ વિજેતા કોચ ગેરી કર્સ્ટનને ટીમના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વિક્રમ સોલંકીને આ ટીમના ડાયરેક્ટર જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે જ હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જેમાં સ્પિન વિઝાર્ડ રાશિદ ખાન અને યુવા બેટિંગ પ્રતિભા શુભમન ગિલની પણ ટીમના સભ્યો તરીકે પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હવે આ વર્ષે આઈપીએલમાં આઠને બદલે કુલ 10 ટીમો રમશે. બીસીસીઆઈ એ વિતેલા વર્ષે 25 ઓક્ટોબરે આઈપીએલ માટે બે નવી ટીમોની જાહેરાત કરી હતી. લખનૌને RPSG વેન્ચર્સ લિમિટેડે રૂ. 7090 કરોડમાં અને અમદાવાદને સીવીસી કેપિટલ  દ્વારા રૂ. 5625 કરોડમાં ખરીદવામાં આવી હતી.