અમદાવાદ, 4 જુલાઈ 2026: IPS Anupamsinh Gehlot took charge as Police Commissioner અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે 1997 બેચના વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતે આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે વિદાય લેતા DGP જી.એસ. મલિકે તેમના ત્રણ વર્ષના કાર્યકાળની સફળતાઓ વિશે વિગતો આપી હતી.
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના તમામ સનસનીખેજ ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે. ચંડોળા તળાવ સહિતના મહત્વના ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરાયા.ટેકનોલોજીનો ઉપયોગ લોકભાગીદારીથી શહેરમાં 24 હજારથી વધુ CCTV કેમેરા સ્થાપિત કરાયા, જેમાંથી ૭ હજારથી વધુ કેમેરાની ફીડ સીધી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવી છે.ટ્રાફિક અને આરોગ્ય શહેરના મુખ્ય જંક્શન પર ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરાયો અને ‘મિશન ફિટ ખાખી’ દ્વારા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 108 એમ્બ્યુલન્સના રિસ્પોન્સ ટાઇમમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
નવા કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશે વાત કરતા મલિકે તેમને અનુભવી અને કાબેલ અધિકારી ગણાવ્યા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ ગેહલોતે સ્પષ્ટતા કરી હતી કે તેમની પ્રાથમિકતા ગુનાખોરી અટકાવવી, ગુનાઓનો ભેદ ઉકેલવો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવાની રહેશે.

