Site icon Revoi.in

અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ સ્પીડમાં કરાયો વધારો, સમયમાં પણ ફેરફાર

Social Share

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનની સ્પીડમાં વધારો કરીને તેના સમયમાં પણ ફેરફાર કરાયો છે. આ ટ્રેનની સ્પીડમાં વધારો કરાતા હવે મુસાફરીનો સમય 15 મિનિટ ઘટશે. અમદાવાદથી આ ટ્રેન હવે 17.55ને બદલે 18.10 કલાકે ઉપડશે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનની ગતિ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનથી ચાલતી ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. ગતિમાં વધારો થતાં આ ટ્રેનમાં મુસાફરીનો સમય 15 મિનિટ ઘટશે. તથા ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસના વિરમગામ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનથી ચાલતી જામનગર-અમદાવાદ વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની ગતિમાં વધારો કરાયો, અમદાવાદથી 17:55 કલાકને બદલે 18:10 કલાકે ઉપડશે

રાજકોટ રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબર 2023થી અમદાવાદથી 17:55 કલાકને બદલે 18:10 કલાકે ઉપડીને 18:15 કલાકે સાબરમતી, 18:30 કલાકે સાણંદ, 18:58 કલાકે વિરમગામ, 19:43 કલાકે સુરેન્દ્રનગર, 20:31 કલાકે વાંકાનેર, 21:03 કલાકે રાજકોટ તથા 22:35 કલાકે જામનગર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબર 2023થી જામનગરથી 05:30 કલાકને બદલે 05:45 કલાકે ઉપડીને 06:35 કલાકે રાજકોટ, 07:11 કલાકે વાંકાનેર, 08:06 કલાકે સુરેન્દ્રનગર, 08:48 કલાકે વિરમગામ, 09:16 કલાકે સાણંદ, 09:34 કલાકે સાબરમતી તથા 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસના 27 ઓક્ટોબર 2023થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:56/18:58 કલાકને બદલે 18:50/18:52 કલાકનો રહેશે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય સહિતની વધુ માહિતી મેળવવા માટે www. enquiry. indianrail.gov.inની મુલાકાત લેવા રેલવે તંત્રએ જણાવ્યું છે.