Site icon Revoi.in

અમદાવાદ: લાયસન્સ વગર ઢોર રાખવા પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધ

Social Share

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરને લઈને અનેક વાર અકસ્માત થતા જોવા મળતા હોય છે, એ પછી અમદાવાદ શહેર હોય કે રાજકોટ શહેર હોય કે કોઈ પણ શહેર હોય, રખડતા ઢોરથી લોકો પરેશાન થતા જ હોય છે, ત્યારે હવે સરકાર દ્વારા કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે જેમાં હવેથી અમદાવાદ શહેરમાં કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર ઢોરને રાખી શકશે નહી.

વધુ જાણકારી અનુસાર, ગત સપ્ટેમ્બર મહિનાથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી 2023મો અમલ શરૂ કરવામાં આવ્યો હતો..અગત બે મહિનામાં સીએનસીડી વિભાગની 22 ટીમોએ શહેરમાંથી રખડતા 8,121 પશુઓ પકડ્યા હતા..અને બે મહિનાના સમયમાં 209 પશુ માલિકો વિરુદ્ધ જુદા-જુદા પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી છે..તો સાથે જ મ્યુનિસિપલ સ્ટાફ સ્ટાફ સાથે ઘર્ષણના 33 બનાવ પણ નોંધાઈ ગયા છે.

અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સ મેળવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.લાયસન્સ મેળવવા માટે શહેરમાંથી 1070 જેટલી અરજી આવી હતી.જે પૈકી 123 જેટલા લાયસન્સ-પરમીટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1148 અરજી તંત્રને મળી હતી.7742 જેટલા પશુઓનુ રજીસ્ટ્રેશન બે મહિનામાં કરવામાં આવ્યુ છે.

અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સની સાથે પશુ માલિક પાસે જગ્યા હોવા અંગેના પુરાવા પણ મ્યુનિ.તંત્ર સમક્ષ લાયસન્સ મેળવવા માટેની અરજી સાથે રજુ કરવાના હતા.મ્યુનિ.તંત્ર તરફથી સ્થળ ઉપર જઈ ખરાઈ કરવામા આવતા 309 અરજી એવી હતી કે,જેમાં પશુ માલિકોએ પશુ રાખવા માટે જે જગ્યા દર્શાવી હતી એ જગ્યા તેમની માલિકીની હોવા અંગેના યોગ્ય પુરાવા રજુ કરી ના શકતા આ પ્રકારની અરજી તંત્ર તરફથી રદ કરવામાં આવી હતી.