Site icon Revoi.in

અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેનને કટની મુડવારા રૂટ્સ પર ડાયવર્ટ કરાશે,

Social Share

અમદાવાદઃ પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેનના રૂટસને ડાયવર્ટ કરાયો છે. જે 15મા માર્ચથી અમલી બનશે. અમદાવાદથી ઉપડતી ટ્રેન કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડ તરફ ડાયવર્ટ કરાશે. 15 માર્ચ, 2023 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા, ચૌપન, ગઢવા રોડને બદલે ડાયવર્ટ થઈ વાયા કટની મુડવારા, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, ગઢવા રોડના માર્ગે દોડાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ  રેલવેમાં નવા નવા રૂટની સાથે આધુનિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. કોલકાતાથી આવતી ટ્રેન ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન-પ્રયાગરાજ છિવકી-કટની મુડવારા થઈ આવશે. જ્યારે 18 માર્ચ, 2023 ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગઢવા રોડ, ચૌપન, કટની મુડવારાને બદલે ડાયવર્ટ થઈ વાયા ગઢવા રોડ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, પ્રયાગરાજ છિવકી, કટની મુડવારાના માર્ગે દોડશે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને સૌ યાત્રીઓને યાત્રા કરવા રેલવે વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે. તથા અન્ય કોઈ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ બુકિંગ કરાયેલા રેલવેના પ્રવાસીઓએ પણ અમદાવાદ-કોલકાત્તા ટ્રેનના ડાયવર્ટ રૂટ્સની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.