Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશની બાકી ટેક્સ સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 290 મિલકતો સીલ

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક છે. ઘણા પ્રોપર્ટીધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિ.એ  એક તરફ બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે ત્યારે પણ અનેક લોકો હજુ પણ ટેક્સની લેણી રકમ જમા કરાવતા નહીં હોવાથી મ્યુનિ.એ સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે.  મ્યુનિ.એ એક દિવસમાં 290 મિલકત સીલ કરી હતી. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 78 મિલકત સીલ કરાઈ હતી. અને  1.35 કરોડનો ટેક્સ વસૂલાયો હતો. માત્ર પશ્ચિમ ઝોનમાંથી જ 1.19 કરોડની વસૂલાત કરાઈ છે. મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ પેટે લેણી નીકળતી રકમ પણ અનેક મિલકતધારકો ચૂકવતા નથી. એક તરફ મ્યુનિ.એ બાકી ટેક્સ પેટે વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં મધ્ય  ઝોનમાં  ગુજરાત જીનિંગ, ડફનાળા રામચંદ્ર કોલોની વિસ્તારની કેટલીક કોમર્શિલ પ્રોપર્ટીઓ, તેમજ  ઉત્તર ઝોનમાં  પ્રસિદ્ધ કોમ્પ્લેક્સ, વિકાસ એસ્ટેટ, રત્નામણિ કોમ્પ્લેક્સ, સોનેરિયાની ચાલી, હરિઓમ એસ્ટેટ, ગણપતિ એસ્ટેટ, પર્લ પ્લાઝા, શ્યામ શિખર, તથા દક્ષિણ ઝોનમાં  ભારત સિમેન્ટ, સત્યમ શિવમ સુંદરમ કોમ્પ્લેક્સ, કલર કોમ્પ્લેક્સ, વી.એમ. લકડાવાલા, ધ રાધે બિઝનેસ, શંખ એસ્ટેટ, વિશ્વકર્મા કોમ્પ્લેક્સ પૂર્વ ઝોનમાં   બિલેશ્વર ઇન્ડ એસ્ટેટ ઓઢ‌વ, કેશવ ગાર્ડન રેસ્ટોરાં નરોડા, સમૃદ્ધિ કોમ્પ્લેક્સ નવા નિકોલ, આબાદ એસ્ટેટ રખિયાલ, અક્ષરધામ રેસિ એન્ડ કોમર્શિયલ વસ્ત્રાલ, માંગલ્ય બિઝનેસ, જ્યારે પશ્ચિમ ઝોનમાં સાબર એવન્યૂ નવરંગપુરા, સીમંધર ચાંદખેડા, કુંજન કોમ્પ્લેક્સ નવરંગપુરા, અભિશ્રી એવન્યૂ આંબાવાડી, પીપલેશ્વર સોસાયટી ચેનપુર, વીડિયોકોન આશ્રમ રોડ, સહજાનંદ પ્લાઝા પાલડી  અને ઉ.પશ્ચિમ ઝોનમાં  શાયોના ગ્રીન, પરિવાર હોમ ગોતા, દેવદિત્ય આર્કેડ શીલજ, ભવ્ય શોપિંગ સેન્ટર,  તેમજ બોપલ વિસ્તારની કેટલીક દુકાનોનો સમાવેશ થાય છે.  આમ મ્યુનિ.એ એક દિવસમાં 290 મિલકત સીલ કરી હતી. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 78 મિલકત સીલ કરાઈ હતી. અને  1.35 કરોડનો ટેક્સ વસૂલાયો હતો. માત્ર પશ્ચિમ ઝોનમાંથી જ 1.19 કરોડની વસૂલાત કરાઈ છે. મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ પેટે લેણી નીકળતી રકમ પણ અનેક મિલકતધારકો ચૂકવતા નથી. એક તરફ મ્યુનિ.એ બાકી ટેક્સ પેટે વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે