Site icon Revoi.in

અમદાવાદ રથયાત્રા: ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી જળાભિષેક કરવામાં આવ્યો

Social Share

 અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના થોડા દિવસો હોય, અને શહેરમાં તેનો આનંદ માહોલ જોવા ન મળે તેવુ તો શક્ય જ નથી, ત્યારે આ વખતે એટલે કે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જાણકારી અનુસાર ભગવાન માટે 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા છે. ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે પહોંચી છે, જ્યાં જળયાત્રાની પૂજા વિધિ શરૂ કરવામાં આવી છે.

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ, મેયર કિરીટ પરમાર સહિત સંતોની હાજરીમાં નદીમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાંથી જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જે બાદ જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી છે. ભગવાનની જળાભિષેકની પૂજાવિધિ શરૂ કરવામાં આવી છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી રહી છે.

આજે યોજાયેલી જળયાત્રામાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, ઠક્કરબાપા નગરના કંચનબેન રાદડિયા તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા છે.