Site icon Revoi.in

ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગના સંગીત સ્પર્ધા કાર્યક્રમમાં અમદાવાદની ટીમ વિજેતા

Social Share

અમદાવાદઃ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા 15 સપ્ટેબરથી 17 સપ્ટેબર દરમિયાન સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અખિલ ભારતીય સિવિલ સર્વિસ સંગીત અને નૃત્ય દ્વારા સ્પર્ધામાં RSB અમદાવાદની ટીમ વિજેતા બની છે.

દિલ્હીમાં યોજાયેલા સંગીત સ્પર્ધામાં સોલો ડાન્સમાં ડો. તોરલ પાનસુરીયાએ ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. ગ્રુપ ડાન્સમાં અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ક્લાસિકલ ડાન્સમાં રાજકોટ ઓડિટ વિભાગના વંદના યાદવને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. ફોક સોન્ગ સોલોમાં ભાવનગર પોસ્ટ વિભાગના પાર્થ ત્રિવેદી વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં કલાકાર તરીકે વિભા મારું, નિરુ ખત્રી, અંજના સોનારા, જ્યોતિ વૈશ્ય, મંથન રોય, ધ્રૃમિલ ભટ્ટ, ગુલશન રામનાની અને જય પોટાનાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્દેશક તરીકે મહેશ દાતણિયા, માર્ગદર્શન તરીકે કવિતા ઘાણેકર, મેનેજર તરીકે દેવદત્ત જાની હતા.