Site icon Revoi.in

ચીનને આજે વાયુસેના બતાવશે પોતાની તાકાત- સરહદ પાસે રાફેલ, સુખોઈનું શક્તિપ્રદર્શન

Social Share

દિલ્હીઃ ચીન સાથેના તણાવ વચ્ચે આજે ભારતીય વાયુ સેના પોતાના સુખોી ,રાફેલ જેવા એરક્રાફ્ટનુિં શક્તિ પ્રદર્શન યોજશે, ડ્રેગનને આજે વાયુસેના પોતાની તાકાત બતાવશે આ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ગયા અઠવાડિયે સૈન્ય સ્ટેન્ડઓફ બાદ ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે, ભારતીય વાયુસેના આજથી ઉત્તરપૂર્વમાં બે દિવસીય કવાયત શરૂ કરવા જઈ રહ્યું છે.

આ સાથે જ સૂત્રોએ જણાવ્યું હતું કે વાયુસેનાના તમામ ફોરવર્ડ બેઝ અને પૂર્વોત્તર ક્ષેત્રમાં કેટલાક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ (ALGs) પણ કવાયતમાં સામેલ થવાના છે.આ અભ્યાસના ભાગ રુપે તમામ ફ્રન્ટલાઈન યુદ્ધ વિમાનો અને અન્ય આ ક્ષેત્રમાં તૈનાત છે.  ભારતીય વાયુસેના આજથી LAC પાસે પોતાની શક્તિનું પ્રદર્શન કરશે, જ્યાં રાફેલ, સુખોઈ સહિત અનેક પ્રકારના યુદ્ધ વિમાનો પોતાની તાકાત બતાવશે.આ સૈન્ય અભ્યાસનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની સમગ્ર યુદ્ધક ક્ષમતા અને આ વિસ્તારમાં સૈન્ય તૈયારીઓની પારખવાનો છે.

ભારત અને ચીનની સેના વચ્ચે તાજેતરના સંઘર્ષની ખૂબ પહેલા આ અભ્યાસની યોજના બનાવી હતી અને તેને આ ઘટના સાથે કોઈ સંબંધ નથી.ભારતીય વાયુસેનાએ સુખોઈ- 30 એમકેઆઈ અને રાફેલ જેટ સહિત અગ્રિમ હરોળના વિમાન તેમાં સામેલ  કરવામાં આવશે.