Site icon Revoi.in

ઓડીશાના ભુવનેશ્વર ખાતે આવતીકાલે વાયુસેનાના સૂર્ય કિરણ વિમાન બતાવશે  પરાક્રમ

Social Share

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બને તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય વાયુસેનાના વિમાન સિર્યકિરણ આવતી કાલે પોતાની શક્તિ પ્રદર્શન કરતા જોવા મળે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરક્રાફ્ટની એરોબેટિક ટીમ શુક્રવારે 16 સપિટેમ્બરના રોજ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં અદ્ભુત પરાક્રમ કરશે. આ એર શો કુઆખાઈ નદીના કિનારે બલીજાત્રા મેદાનમાંયોજાશે. આ શો શુક્રવારે સવારે 10 વાગે શરૂ થશે અને લગભગ 20 મિનિટ સુધી ચાલશે.

આજથી જ આ એરશો માટેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે. આ શો માટે સૂર્યકિરણની એરોબેટિક ટીમ ભુવનેશ્વર પહોંચી ગઈ છે. આવો જ એર શો 18 સપ્ટેમ્બરે પુરીના રાજભવનમાં પણ યોજાનાર છે.

આ એર શોમાં ઓછામાં ઓછા નવ એરક્રાફ્ટ સામેલ થશે. તેઓ તેમની ફ્લાઇટ દરમિયાન વિવિધ આકૃતિઓનું પ્રદર્શન કરશે, આ સહીત આ કાર્યક્રમ અને કરતબ દરમિયાન ઓડિશાના રાજ્યપાલ ગણેશીલાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક પણ આ હાજર રહી  શકે છે.