Site icon Revoi.in

એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન હવામાં જ થઈ ગયુ બંધ – મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ

Social Share

 

દિલ્હીઃ- આજકાલ ફ્લાઈટમાં દૂર્ઘટના થવી જાણે સામાન્ય બાબત બનતી જાય છે, અવાર-નવાર ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે અથવા લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે વિતેલા દિવસને ગુરુારના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટનું હવામાં જ એન્જિન બંઘ થયું દોવાની ઘટના પ્રકાશમાં આવી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એર ઈન્ડિયાના A320neo એરક્રાફ્ટને ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાન ટેકઓફ કર્યાના 27 મિનિટ બાદ એરપોર્ટ પર વિમાનને ફરી લાવવાની ફરજ પડી જો કે આ ઘટનાને મામલે જાણકારી આજે આપવામાં આવી છે

આપવામાં આવેલી માહિતી પ્રમાણે  ટેક્નિકલ સમસ્યાના કારણે વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે ગુરુવારે પ્લેન બદલ્યા બાદ મુસાફરોને બેંગલુરુ ફરીથી મોકલવામાં આવ્યા હતા.

આ ઘટના વિતેલા દિવસની સવારે 10 વાગ્યે બની હતી

જાણકારી પ્રમાણે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાના A320neo પ્લેનમાં CFM લીપ એન્જિન લગાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્લેન ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ સવારે 9.43 કલાકે વિમાનના પાઈલટોને એન્જિનમાં ખામી હોવાની ચેતવણી મળી હતી. એન્જિન બંધ થયા બાદ પાયલટ સવારે 10.10 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પાછો ઉતર્યો હતો.