દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિમાનમાં ખામી સર્જાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામીના કારણે તાત્કાલિક લેન્ડિંગ કરવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એક્સપ્રેસ ફ્લાઈટને કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર સાવચેતીરૂપે લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ તમિલનાડુના તિરુચિરાપલ્લીના ત્રિચીથી શારજાહ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં અચાનક ટેકનિકલ કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
જાણકારી પ્રમાણે 154 મુસાફરો આ વિમાન માં સવાર હતા ટેકનિકલ ત્રિચી-શારજાહ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર 613ને ટેકનિકલ કારણોસર તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું.