Site icon Revoi.in

એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુ સેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો

Social Share

નવી દિલ્હીઃ એર માર્શલ આશુતોષ દીક્ષિતે આજે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકેનો તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમને 06 ડિસેમ્બર 1986ના રોજ ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ સ્ટાફ કોર્સ, બાંગ્લાદેશ અને નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીના સ્નાતક છે. એર માર્શલ એક ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર તેમજ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ છે, જેમાં ફાઈટર, ટ્રેનર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પર 3300 કલાકથી વધુ ફ્લાઈંગનો અનુભવ છે. તેમણે ઓપરેશન સફેદ સાગર અને રક્ષકમાં ભાગ લીધો હતો.

એર માર્શલ દીક્ષિતે મિરાજ 2000 સ્ક્વોડ્રનને કમાન્ડ કર્યું હતું, જે પશ્ચિમી સેક્ટરમાં ફ્રન્ટલાઈન ફાઇટર બેઝ છે, તેમજ એક મુખ્ય ફાઇટર ટ્રેનિંગ બેઝ છે. તેઓ અગાઉ એર હેડક્વાર્ટર ખાતે પ્રિન્સિપલ ડાયરેક્ટર એર સ્ટાફ જરૂરીયાતો, આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ) અને આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (યોજના) તરીકે સેવા આપી ચૂક્યા છે. વાયુ અધિકારી સધર્ન એર કમાન્ડના એર ડિફેન્સ કમાન્ડર પણ રહી ચુક્યા છે અને વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના વરિષ્ઠ વાયુસેના અધિકારી હતા. ભારતીય આર્મીમાં વાયુ સેનાનું પણ વિશેષ મહત્વ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વાયુસેનામાં મિરાજ અને તેજસ સહિતના ફાઈટલ જેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 16 થી 17 મે 2023 દરમિયાન ઇજિપ્તની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, આર્મી ચીફ યજમાન દેશના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-ઇજિપ્ત સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ઇજિપ્તની સશસ્ત્ર દળોની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.