Site icon Revoi.in

દિલ્હીમાં હવાનું પ્રદુષણ ફરી એકવાર વધ્યું : AQI 300ને પાર

Social Share

દિલ્હીઃ શિયાળાની શરૂઆતની સાથે જ દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ફરી એકવાર ઘટી રહ્યું છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના મતે લગભગ 20 જગ્યાઓ ઉપર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર થઈ ગયો છે. સમગ્ર દિલ્હીનો AQI સવારે 8 કલાકે 305 નોંધાયું હતું. દરમિયાન સોમવારે સાંજના 4 કલાકે AQI 281 નોંધાયો હતો. તંત્ર દ્વારા આગામી 24 કલાકમાં હવાનું પ્રદુષણ ખરાબ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. હવાની દિશા દક્ષિણ-પૂર્વ તરફ બદલાઈ ગઈ હોવાથી દિલ્હીમાં પરાલી સળગાવાની અસર ઓછી થશે. દિલ્હીમાં હવાનું પ્રદુષણ વધતાની સાથે તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પ્રદુષણમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સીપીસીબી દ્વારા 0 થી 50 સુધીના AQIને સારો, 51થી 100 વચ્ચે સંતોષજનક, 101થી 200 વચ્ચેનો AQI મધ્યમ, 201થી 300નો AQI ખરાબ અને 301થી 400 વચ્ચેનો AQI અતિખરાબ અને 401થી 500 વચ્ચેનો AQI ગંભીર માનવામાં આવે છે. ઓક્ટોબરમાં દિલ્હીમાં ક્યાંય પણ હવાની ગુણવત્તા બહુ ખરાબ સ્થિતિમાં ન હતી. 17મી ઓક્ટોબરના રોજ એક્યુઆર 298 એટલે કે ખરાબ નોંધાયો હતો. આજે સવારે દિલ્હીમાં 20 સ્થળો ઉપર હવાનું પ્રમાણ ખુબ ખરાબ શ્રેણીમાં નોંધ્યું હતું. શાદીપુરમાં AQI 353 અને નરેલા-બવાના 348 એટલે કે સૌથી વધારે ખરાબ નોંધાયું હતું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા દિલ્હીમાં વાયુની ગુણવત્તાનું અનુમાન લગાવવા માટે વિકસિત દિલ્હી માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી અનુસાર બુધવાર સુધીમાં AQI ખરાબ અને અતિ ખરાબ રહેવાની શકયતા છે.