Site icon Revoi.in

ઐશ્વર્યાની 4 વર્ષ પછી વાપસી,સસરા અમિતાભ Ponniyin Selvan નું ટીઝર કરશે લોન્ચ

Social Share

મુંબઈ:બોલિવૂડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહી છે.અભિનેત્રી સાઉથની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન પાર્ટ 1’માં ‘રાની નંદિની’ તરીકે જોવા મળશે.હાલમાં જ આ ફિલ્મનો ઐશ્વર્યાનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો હતો, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ હતી.હવે સમાચાર આવ્યા છે કે,મણિરત્નમની આ મેગ્નમ ઓપસ ફિલ્મનું હિન્દી ટીઝર આવતીકાલે એટલે કે 8 જુલાઈએ સાંજે 6 વાગ્યે રિલીઝ થશે.

આ ફિલ્મનું ટીઝર ઐશ્વર્યા રાય બચ્ચનના વાસ્તવિક જીવનના સસરા અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા ડિજિટલી રિલીઝ કરવામાં આવશે. મદ્રાસ ટોકીઝ સાથે મળીને લાયકા પ્રોડક્શન્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમે કર્યું છે. સંગીત એ આર રહેમાને આપ્યું છે.’પોનીયિન સેલવાન પાર્ટ 1′ વિશ્વભરમાં રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચનના લૂકની વાત કરીએ તો તે Pazhuvoor ની રાણી નંદિનીના રોલમાં જોવા મળશે.ફિલ્મના પોસ્ટરમાં ઐશ્વર્યા આ લુકમાં જોવા મળી હતી.ઐશ્વર્યા રાય બચ્ચન ઓરેન્જ સિલ્ક સાડી, નેકપીસ, ઝુમકા, માંગટિકા, બિંદીમાં ખૂબસૂરત દિવા લાગી રહી હતી.આ લુકમાં ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના લાંબા વાળ ખુલ્લા રાખ્યા છે.ઐશ્વર્યાનો આ લુક જોઈને ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે.

ફિલ્મની વાત કરીએ તો આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, જેમાં જયમ રવિ, ત્રિશા, શરદ કુમાર, વિક્રમ બાબુ, શોભિતા ધુલીપાલા, પ્રકાશ રાજ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.’પોનીયિન સેલ્વન પાર્ટ 1′ એ એપિક પીરિયડ ડ્રામા છે. જે કલ્કિ કૃષ્ણમૂર્તિની 1955ની નવલકથા પોનીયિન સેલવાન પર આધારિત છે. ‘પોનીયિન સેલવાન’નું બજેટ 500 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. તે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હશે.

Exit mobile version