Site icon Revoi.in

અજય દેવગણે તેની આગામી ફિલ્મ ‘મેડે’નું નામ બદલી આ નામની કરી જાહેરાત  

Social Share

મુંબઈ:બોલિવૂડ એક્ટર અજય દેવગણે તેની આગામી ફિલ્મ ‘રનવે 34’ના નામની જાહેરાત કરી છે. અજય દેવગણ આ ફિલ્મમાં અભિનય અને દિગ્દર્શન બંને કરી રહ્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નામ પહેલા ‘મેડે’ રાખવામાં આવ્યું હતું.

અજયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું નવું ટાઈટલ શેર કર્યું છે. અભિનેતાએ ટ્વીટ કરીને લખ્યું, “‘મેડે’ હવે ‘રનવે 34’ છે. સાચી ઘટનાઓથી પ્રેરિત હાઇ ઓક્ટેન થ્રિલર મારા માટે એક કરતાં વધુ કારણોસર ખાસ છે. ‘રનવે 34’ ઇદ પ્રસંગે 29 એપ્રિલ, 2022ના સિનેમાઘરોમાં રિલીઝ થશે,જેમકે તમને પ્રોમિસ કર્યું હતું.

‘રનવે 34’ એ 2008માં ‘યુ મી ઔર હમ’ અને 2016માં ‘શિવાય’ પછી અજયની ત્રીજી દિગ્દર્શિત ફિલ્મ છે. ટીમે ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અજય પાઈલટની ભૂમિકા ભજવશે અને તેની સાથે કો-પાઈલટ તરીકે રકુલપ્રીત સિંહ જોવા મળશે. મેકર્સે અમિતાભ બચ્ચનના પાત્રને ગુપ્ત રાખ્યું છે.