Site icon Revoi.in

અખિલેશ યાદવ ફરી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  બન્યા – આ પ્રસંગે સાંસદ જયા બચ્ચન પણ હાજર રહ્યા 

Social Share

લખનૌઃ-  અખિલેશ યાદવ કે તેઓ ત્રીજી વખત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બન્યા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાય આવ્યા છે. આ બાબતને લઈને ચૂંટણી અધિકારી રામ ગોપાલ યાદવે પ્રમુખ તરીકે તેમની બિનહરીફ ચૂંટણીની જાહેરાત કરી હતી. પાર્ટીના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

રામ ગોપાલે કહ્યું કે માતા પ્રસાદ પાંડે, આલમ બાદી સહિત 75 નેતાઓએ અખિલેશના નામનો પ્રસ્તાવ મૂક્યો. માત્ર એક જ નોંધાયેલ. તો અખિલેશ યાદવને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાર, રામાબાઈ મેદાનમાં આજે શરૂ થયેલા સંમેલનમાં મંચ પર અગ્રણી વરિષ્ઠ નેતાઓ સાથે સાંસદ જયા બચ્ચન પણ હાજર રહ્યા હતા.

અખિલેશે જયા બચ્ચનના ચરણ સ્પર્શ કર્યા. અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ અખિલેશ યાદવે કહ્યું કે, આ પદ નહીં પરંતુ મોટી જવાબદારી આપી છે. આ સમયે લોકશાહી જોખમમાં છે. સમાજવાદીઓએ આવનારા 5 વર્ષમાં ઈતિહાસ રચવાનો છે. આવો આપણે બધા  એક સાથે મળીને સપાને અન્ય રાજ્યોમાં ફેલાવીને રાષ્ટ્રીય પાર્ટી બનાવીએ.

અખિલેશે કહ્યું કે અમે સદસ્યતા અભિયાનને વધુ વ્યાપક સ્તરે ચલાવીશું. અમે લોહિયાવાડી અને આંબેડકર પક્ષકારોને સાથે લાવીને આગળ વધીશું. આ સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં અખિલેશ યાદવે સદસ્યતા અભિયાન ચલાવવા માટે સપાના કાર્યકરોની પ્રશંસા  પણ કરી હતી.