Site icon Revoi.in

અખિલેશ યાદવને ઈવીએમ મશીન પર શંકા, SPના કાર્યકરોએ ચૂંટણીપંચની ગાડી રોકી

Social Share

દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કાલે મતગણના છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ચૂંટણી પંચની કામગીરી પર શંકા ગઈ છે. મંગળવારે વારાણસી દક્ષિણ સીટના મતગણતરી કેન્દ્રની બહાર સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ એક વાહનને રોક્યું જેમાં ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા હતા. તેને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ કેન્દ્રની બહાર વાહન રોકી દીધું હતું અને ઈવીએમ ઉઠાવીને તેને બતાવીને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું..

મંગળવારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઈવીએમને લઈને સરકાર અને પ્રશાસન ઉપર ઘણી શંકા કરવામાં આવી હતી. પરંતુ પ્રશાસને અખિલેશ યાદવના આરોપોને ફગાવી દીધા છે.

આ સમાચાર વાયરલ થયા બાદ અખિલેશ યાદવે લખનઉનૌ માં પ્રેસ કોન્ફરન્સ યોજીને ઈવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, “2017માં 47 સીટો એવી હતી જે ભાજપે 5000થી ઓછા અંતરથી જીતી હતી.

મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને ચૂંટણી પંચ તેમની સુરક્ષા માટે સંપૂર્ણ સુરક્ષા કરે છે. ચૂંટણી પંચ દેશભરના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને ત્રણ સ્તરે સુરક્ષિત કરે છે. સ્ટ્રોંગ રૂમનો અર્થ એવો થાય છે કે જ્યાં સુરક્ષા સંપૂર્ણ હોય અને અધિકારના હોય (બિનધિકૃત) તેની માટે પ્રવેશ અશક્ય હોય. ભારતીય ચૂંટણીઓમાં સ્ટ્રોંગ રૂમનો અર્થ થાય છે નિષ્પક્ષ અને પારદર્શક મતદાન અને મતોની ગણતરી.

જો કે તે વાતમાં પણ કોઈ શંકા નથી કે જ્યારે પણ ચૂંટણીનો માહોલ આવે ત્યારે ઈવીએમ પર શંકાઓ ઉઠતી જ રહે છે અને જાણકારો અનુસાર આ વખતે પણ જે શંકા ઉભી થઈ છે તેમાં કોઈ નવાઈ નથી.