Site icon Revoi.in

અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંધન’ ની રિલીઝ ડેટ જાહેર કરી – ભાઈ-બહેનના પવિત્ર તહેવારે જ જોવા મળશે આ ફિલ્મ

Social Share

મુંબઈઃ- તાજેતરમાં જ એક્શન હિરો એક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજે ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હોવા છત્તા અભિનેતા ખબરોમાં જોવા મળે છે, જો કે અક્યકુમારની અપકમિંગ ફિલ્મ રક્ષા બંધનને લઈને અભિનેતાએ ખાસ સમાચાર શેર કર્યા છે

અભિનેતા અક્ષય કુમારે  પોતે જ ગયા વર્ષે રક્ષાબંધન ફિલ્મની જાહેરાત કરી હતી. અક્ષયના શૂટિંગ દરમિયાન આ ફિલ્મના ઘણા ફોટા સામે આવ્યા છે. હવે અક્ષયે રક્ષાબંધનની રિલીઝ ડેટ જાહેર કરી છે. 

https://www.instagram.com/akshaykumar/?utm_source=ig_embed&ig_rid=5ff371ba-83ad-4ffb-bc5a-0f83ddcca6fb

અભિનેતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે અમે આ ખાસ દિવસે લાગણીઓ સાથે પાછા ફરી રહ્યા છીએ. 11મી ઓગસ્ટે રક્ષાબંધન. આ વીડિયો સાથે અક્ષયે લખ્યું છે કે , ‘તમારી સામે સૌથી પવિત્ર સંબંધો લાવી રહ્યો છું, જે તમને તમારા બોન્ડની યાદ અપાવશે. રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે

ઉલ્આલેખનીય છે કે  ફિલ્મ  આનંદ એલ રાય નિર્દેશન કરી રહ્યા છે. અક્ષયે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ અતરંગી રેમાં પણ આનંદ સાથે કામ કર્યું હતું.ત્યારે હવે અક્ષયન ીઆ ફિલ્મની દર્શકો આતપુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મના ટાઈટલ પ્રમાણે ફિલ્મ રક્ષાબંધનના દિવસેજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિલ્મ ‘રક્ષા બંધન’નું શૂટિંગ જૂન 2021માં શરૂ થયું હતું, જે ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થયું હતું. ચાહકો પણ આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સામે ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Exit mobile version