- અક્ષય કુમાર બન્યા સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી
- આયકર વિભાગ તરફથી મળ્યું આ પ્રમાણપત્ર
મુંબઈ:અક્ષય કુમાર બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. દર વર્ષે અક્ષય કુમારની લગભગ 4 થી 5 ફિલ્મો રિલીઝ થાય છે.અક્ષય માત્ર એક મહાન અભિનેતા જ નથી, પરંતુ તે ટેક્સ ભરવામાં પણ સૌથી આગળ છે.અક્ષય કુમાર ફરી એકવાર એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ ટેક્સપેયર બની ગયા છે.આ માટે તેમને આવકવેરા વિભાગ તરફથી પ્રમાણપત્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
અક્ષય કુમાર પોતાના દરેક કામ ખૂબ જ ઉત્સાહથી પૂરા કરે છે.પછી ભલે તે ટેક્સ ભરવાની વાત ન હોય. અહેવાલો અનુસાર, અક્ષય સતત પાંચ વર્ષથી સૌથી વધુ હાઈએસ્ટ ટેક્સપેયર નો ખિતાબ હાંસિલ કરી રહ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે,ખિલાડી કુમાર હાલમાં યુકેમાં શૂટિંગમાં વ્યસ્ત છે. જેના કારણે તેમની ટીમે આવકવેરા વિભાગ તરફથી સન્માનનું પ્રમાણપત્ર સ્વીકાર્યું છે, જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર આજના સમયમાં અક્ષય કુમાર પાસે સૌથી વધુ ફિલ્મો છે.આ પછી, તેઓ જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરી રહ્યા છે.જો અક્ષય આ રીતે ભારતનો સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા બની રહે તો નવાઈ નહીં.
કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર આ દિવસોમાં જસવંત સિંહ ગિલની બાયોપિક માટે ઈંગ્લેન્ડમાં શૂટિંગ કરી રહ્યા છે. તે ઓગસ્ટ મહિનામાં ભારત પરત આવી શકે છે.અક્ષયની ફિલ્મ ‘રક્ષા બંધન’ 11 ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે, જેમાં તેની સાથે ભૂમિ પેડનેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.રક્ષાબંધન સિવાય અક્ષય ‘સેલ્ફી’, ‘રામ સેતુ’, ‘ઓહ માય ગોડ 2’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

