Site icon Revoi.in

અક્ષય કુમારે શેર કર્યો ‘ઓહ માય ગોડ 2’નો નવો પ્રોમો વીડિયો,આ દિવસે રિલીઝ થશે ટીઝર

Social Share

મુંબઈ:અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મમાંથી  ફર્સ્ટ લુક સામે આવ્યો હતો, જેમાં તે ભગવાન શિવના લુકમાં જોવા મળ્યો હતો. જોકે, આ લુક માટે તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન હવે મેકર્સે ફિલ્મનું ટીઝર પણ જાહેર કર્યું છે. અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો પ્રોમો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય લોકોની ભીડમાં ફરતો જોવા મળી રહ્યો છે અને લોકો હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે. અક્ષય ભોલે બાબાના પોશાકમાં જોવા મળે છે અને તેના માથા પર જટા, કપાળ પર ભસ્મ, ગળામાં નીલ અને રુદ્રાક્ષની માળા પહેરેલી છે. વીડિયો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, 11મી જુલાઈના રોજ #OMG2 ટીઝર. #OMG2 11 ઓગસ્ટે થિયેટરોમાં.

https://www.instagram.com/reel/Cudzylgrwd-/?utm_source=ig_embed&utm_campaign=loading

અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર ‘મિશન ઈમ્પોસિબલ 7’ની સાથે 11 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો વિષય સેક્સ એજ્યુકેશન પર આધારિત હશે. આ ફિલ્મ કથિત રીતે કોર્ટરૂમ ડ્રામા હશે, જેમાં એક નાગરિક કોર્ટમાં જાય છે અને શાળાઓમાં સેક્સ એજ્યુકેશનને ફરજિયાત બનાવવાની માંગ કરે છે.