- અક્ષયની ફિલ્મએ બે દિવસમાં કોરોડોની કરી કમાણી
- બોક્સ ઓફિસ પર જમાવ્યો રં
મુંબઈઃ તાજેતરમાં જ અક્ષય કુમાર, લારા દત્તા અને વાણી કપૂર અભિનીત ફિલ્મ બેલબૉટમ ફિલ્મ સિનેમાઘરોમાં લિરીઝ કરવામાં આવી હતી, જેણે દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. જોકે, ફિલ્મના કલેક્શન માટે જે આશા હતી તેનાથી ઓછી કમાણી કરી છે. ‘બેલબોટમ’ કોરોનાની બીજી લહેર બાદ રિલીઝ થનારી પહેલી મોટી ફિલ્મ છે. મહારાષ્ટ્રમાં હજુ સિનેમાઘરો બંધ છે. જેની અસર કલેકર્શન પર થયેલી જોઈ શકાય છે, જો કે તે છત્તા 2 દિવસમાં કરોડોની કમાણી ફિલ્મે કરી લીધી છે.
ફિલ્મ રિલીઝ થયા બાદ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તેણે શરૂઆતના દિવસે ત્રણ કરોડનો આંકડો પાર કરી લીધો હશે પરંતુ તે આશંકા જ રહી, આ ફિલ્મ એ પહેલા દિવસે 2.50 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે લગભગ 2.40 કરોડની કમાણી કરી હતી. આ રીતે બે દિવસમાં ‘બેલ બોટમ’એ લગભગ પાંચ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
‘બેલ બોટમ’ને દર્શકોએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે આ સાથે જ ફિલ્મના રિવ્યૂ પણ ઘણા સારા જોવા મળ્યા છે.આ વીકતેન્ડ સુધી ફિલ્મ બમણી કમાણી કરે તેવી આશા સેવાઈ રહી છે, એક અંદાજ પ્રમાણે વીકેન્ડ સુઘી 10 કરોડ આસપાસ ફિલ્મ કમાણી કરી શકે છે.