Site icon Revoi.in

અભિનેતા અક્ષય કુમારે તેમની અપકમિંગ ફિલ્મ ‘બચ્ચન પાંડે’નો લૂક શેર કર્યો –  18 ફેબ્રુઆરી ટ્રેલર થશે રિલીઝ

Social Share

 

મુંબઈઃ- બી ટાઉનમાં કોરોના હળવો થતા જ ફિલ્મોની લાઈન લાગી છે જેમાં એક ફિલ્મ અક્ષય કુમારની બચ્ચન પાંડેનો પણ સમાવેશ થાય છે,  જેનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે,ત્યારે અભિનેતાએ તેમની આ અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

કોરોનાના કેસો હળવા થતા હવે આ ફિલ્મ માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અક્ષયે એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે રિલીઝ થશે. ફિલ્મનું ટાઈટલ પણ ‘બચ્ચન પાંડે’ના સ્પેલિંગથી બદલાઈ ગયું છે.

આ સાથે જ બચ્ચન પાંડેના ટાઈટલનો સ્પેલિંગ પણ બદલાયો છે,આ નવા પોસ્ટરમાં અક્ષય કુમારે ટેગલાઈનમાં લખ્યું છે કે, ‘તમે મને ગુંડો ન કહી શકો, હું ગોડફાધર છું. બચ્ચન પાંડે ડરાવવા, હસવા, રડવા તૈયાર છે. મહેરબાની કરી તેને તમારો પ્યાર આપો.ટ્રેલર 18 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થશે. ,

પ્રોડક્શન હાઉસ, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના સત્તાવાર ટ્વિટર હેન્ડલએ પણ પોસ્ટર શેર કર્યું, જેમાં લખ્યું, “તે દુષ્ટ છે, તે બદમાશ છે, તેની સાથે ડરનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ.”ઉલ્લેખનીય છે કે બચ્ચન પાંડે ફિલ્મની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે, અભિનેતા અક્ષય કુમારના ચાહકોને તેનો આ લૂક ખૂબ પસંદ આવી રહ્યો છે.

ફિલ્મ ‘બચ્ચન પાંડે’ એક ગેંગસ્ટર બચ્ચન પાંડેની  કહાનિ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેંગસ્ટરની ભૂમિકામાં છે, આ ફિલ્મમાં અરશદ વારસી, પંકજ ત્રિપાઠી અને પ્રતિક બબ્બર પણ મહત્વની ભૂમિકામાં છે.

Exit mobile version