Site icon Revoi.in

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘OMG 2’ નું પોસ્ટર રિલીઝ, મહાદેવના અવતારમાં અભિનેતા જોવા મળ્યા

Social Share

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમાર અને કોમેડી કલાકાર પરેશ રાવલની ફિલ્મ ઓહ માય ગોડ દર્શકોને ખૂબ પસંદ ાવી હતી ત્યારે હવે આ ફિલ્મનો પાર્ટ 2 પણ ઘણા સમયથી ચર્ચામાં છે આવી સ્થિતિમાં હશે અભિનેતા અક્ષય કુમારે OMG 2 નું પોસ્ટર શેક કર્યું છે.

રિલીઝ કરવામાં આવેલા આ પોસ્ટરમાં અભિનેતા પોતે શિવના અવતારમાં કપાળ પર ભસ્મ શિવજટાથી સજ્જ અને ગળામાં નાગ વિટાંળેલા અલહાદક રુપમાં જોવા મળ્યા છે આ જોતા જ દરેક ભક્કો હર હર મહાદેવની કોમેન્ટ્સ કરી રહ્યા છે એના પરથી એ કહેવું રહ્યું કે દર્શકોને આ પોસ્ટર પસંદ આવી રહ્યું છે.

બીજું પોસ્ટર પંકજ ત્રિપાઠી સાથે શેર કરવામાં આવ્યું છે. પંકજે આ ફિલ્મમાં પોતાનું પાત્ર જાહેર કર્યું છે. પંકજ ત્રિપાઠી OMG 2માં કાંતિ શરણ મુદગલના રોલમાં જોવા મળશે. પોસ્ટર શેર કરતા, અભિનેતાએ લખ્યું, “ટીઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે અને OMG 2  ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે .” સની દેઓલની ગદર 2 અને રણબીર કપૂરની એનિમલ પણ આ દિવસે રિલીઝ થશે આ ત્રણેય ફિલ્મો ની એકબીજા સાથએ ટ્કકર જોવા મળશે.
આ ફિલ્મને લઈને  થોડા સમય પહેલા આ ફિલ્મના પોસ્ટરની સાથે તેની રિલીઝ ડેટની જાહેરાઈ હતી. હવે ફરી એકવાર આ ફિલ્મના બે પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં ખિલાડી કુમાર ભગવાન શંકરના રૂપમાં જોવા મળે છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરતાની સાથે જ ચાહકો તેના લુકથી પ્રભાવિત થયા છે.