Site icon Revoi.in

ગુજરાતમાં ડાબાબિટિસના દર્દીઓમાં ચિતાજનક વધારો, પુરૂષો કરતા મહિલાઓ વધુ સંક્રમિત

Social Share

અમદાવાદઃ ગુજરાતના લોકો ગળપણવાળી વાનગીઓ તેમજ ફાસ્ટફુડ ખાવાના શોખિન હોય છે. બીજીબાજુ લોકોની જીવનચર્યામાં પણ પરિવર્તન આવ્યું છે. લોકોમાં યોગ્ય કસરત કે શ્રમનો અભાવ તેમજ બેઠાડું જીવનને કારણે ઘણાબધા રોગનો શિકાર બની રહ્યા છે. જેમાં સૌથી વધુ લોકો ડાયાબિટિશનો ભોગ બની રહ્યા છે. ઘણા એવા પણ પરિવારો છે, કે ડાયાબિટિશ પેઢી પરંપરાથી ચાલી આવ્યું છે. તબીબોના મતે સતત વ્યસ્ત શેડયુલ તથા ખોટી લાઈફસ્ટાઈલના કારણે ડાબિટીશના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022ના નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં હાઈ એન્ડ વેરી હાઈ રેન્ડમ બ્લડ ગ્લુકોઝમાં 16.1% પુરુષો અને 14.8% મહિલાઓ 141 મી.ગ્રામ/ડી.એલ. જોવા મળ્યું છે જે 2015-16 અનુક્રમે 5.8% અને 7.6% હતું જે ફકત પાંચ વર્ષમાં આ સંખ્યા બમણી કે તેથી વધી છે જેમાં મહિલા ડાયાબીટીસની સંખ્યા ત્રણ ગણી અને પુરુષમાં આ સંખ્યા બેગણી વધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકારે પ્રથમ વખત રાજયના મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓની યોજાનારી ચિંતન શિબિરમાં રાજયમાં ડાયાબીટીસને જાહેર આરોગ્ય સામેનો એક ખતરો હોવાનું મુલ્યાંકન કરાયા બાદ હવે તેની સામે લડવાની વ્યુહરચના ઘડવા નિર્ણય લેવાયો છે. પ્રથમ વખત આ પ્રકારની ચિંતન શિબિરમાં કોઈ આરોગ્યના વિષયને સામેલ કરવામાં આવ્યો છે તથા ડાયાબીટીસની સામે રાજયના આરોગ્ય અને સામાજીક બન્ને સ્તરે શું વળતી વ્યુહરચના હોઈ શકે તેના પર વિચારણા કરવામાં આવશે. ચાલુ માસના અંતે યોજાનારી આ ચિંતન શિબિરમાં આરોગ્ય ક્ષેત્રના અને ખાસ કરીને ડાયાબીટીસ ક્ષેત્રના નિષ્ણાંતો પણ ઉપસ્થિત રહે એવા સંકેત છે તથા બહુપાંખીયો વ્યુહ નિશ્ચિત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજયમાં ડાયાબીટીસના દર્દીઓને શોધવા માટે  ઠેર ઠેર મેડીકલ કેમ્પોનું આયોજન કરી તેના આધારે મળતા પરિણામોને લક્ષ્યમાં લઈને આખરી આયોજન કરાશે. 2022ના નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં હાઈ એન્ડ વેરી હાઈ રેન્ડમ બ્લડ ગ્લુકોઝમાં ગુજરાતમાં 16.1% પુરુષો અને 14.8% મહિલાઓ 141 મી.ગ્રામ/ડી.એલ. જોવા મળ્યું છે જે 2015-16 અનુક્રમે 5.8% અને 7.6% હતું જે ફકત પાંચ વર્ષમાં આ સંખ્યા બમણી કે તેથી વધી છે જેમાં મહિલા ડાયાબીટીસની સંખ્યા ત્રણ ગણી અને પુરુષમાં આ સંખ્યા બેગણી વધી છે. આ ઉપરાંત ગુજરાતમાં હવે જુવેનાઈલ-બાળકો અને કિશોરોમાં પણ ડાયાબીટીકનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે જે સૌથી મોટી ચિંતા છે તથા બાળકોનો બોડી માસ- ઈન્ડેકસ પણ બગડી રહ્યો છે.

રાજયના આરોગ્ય સચિવના કહેવા મુજબ કોવિડકાળ બાદ ડાયાબીટીક લોકોનું પ્રમાણ વધ્યુ છે અને તેના કારણે આરોગ્ય સંબંધી અન્ય સમસ્યાઓ પણ વધી છે અને તેથી હવે જયારે આપણે કોવિડકાળ પસાર કરી ચૂકયા છે તો પહેલા ડાયાબીટીસની સમસ્યા સામે કામ લેવું જરૂરી છે.