Site icon Revoi.in

હરિયાણામાં પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટઃ RAFની 5 કંપનીઓ તૈનાત કરાઈ, 4 જિલ્લામાં શાળાઓ બંધ

Social Share
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રીજમંડલ યાત્રા દરમિયાન હરિયાણાના નૂહ  જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. આ સાથે સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, નૂહ તેમજ હાથિનમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ મંડળની યાત્રા પર એક જૂથે પથ્થરમારો કર્યો હતો. જે બાદ હિંસા ફાટી નીકળી હતી. ઘટનાસ્થળેથી ફાયરિંગ, તોડફોડ અને પથ્થરમારાની માહિતી મળી રહી છે. તે જ સમયે, આ હિંસામાં 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં બે હોમગાર્ડના મોત થયા છે. જ્યારે 7 પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે.આ સાથે જ અહીના કમિશ્નરે જીલ્લાના રહેવાસીઓને શાંતિ જાળવવા અને પરસ્પર ભાઈચારા સાથે રહેવાની અપીલ કરી છે.
હરિયાણાની સ્થિતિને જોતા રાજ્યભરમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. તમામ એસપીને સંવેદનશીલ ગામો, નગરો અને શહેરોમાં સતર્ક રહેવા, કડક દેખરેખ રાખવા અને સુરક્ષાના આદેશ આપવામાં આવ્યા છે.
આ સહીત ગુપ્તચર વિભાગની પાંખોને પણ પોતપોતાના વિસ્તારોમાં થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. સીઆઈડી ચીફ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં સોશિયલ મીડિયા પર પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે, જો કોઈ ઉશ્કેરણીજનક પોસ્ટ કરે તો તેની સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ નાહુમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. નૂહ અને ફરીદાબાદમાં પણ બુધવાર સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ અને નૂહમાં મંગળવારે શાળાઓ બંધ રહેશે. નૂહ અને પલવાર જિલ્લામાં 10મા કમ્પાર્ટમેન્ટ અને DLED પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.આ સહીત 4 જીલ્લાઓમાં શાળાઓમાં પણ પજાઓ હાજેર કરાઈ છે.