Site icon Revoi.in

ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાને લઈને દિલ્હીમાં એલર્ટ- સુરક્ષામાં કરાયો વધારો

Social Share

 

દિલ્હીઃ – દેશમાં થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે જેને લઈને દેશની રાજધાનીની સુરક્ષામાં વધારો કરાયો છે.રાજધાનીમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ 26 જાન્યુઆરીએ આતંકી હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સંબંધમાં નવ પાનાની દિલ્હી પોલીસ સાથે માહિતી પણ શેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ સહિત ઘણા સંગઠનો આઈએસઆઈના ઈશારે ભારતના મોટા નેતાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.આવનારા દિવસોમાં હુમલો પણ કરી શકે છે.

આ માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન લિબરેશન ફોર્સે મોટા આતંકવાદી કૃત્યોને અંજામ આપવા માટે સરહદ પારથી કાર્યરત આતંકવાદી સંગઠનો સાથે એક નવો સંપર્ક બનાવ્યો છે. એલર્ટ મુજબ આતંકીઓ ભીડવાળી જગ્યાઓને નિશાન બનાવી શકે છે અને હુમલો કરી શકે છે. આ સાથે જઆતંકવાદીઓ  દ્રારા ડ્રોન દ્રારા હુમલો કરવાની શંકાઓ પણ  છે.

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિસ્તાન લિબરેશન ફોર્સ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારા પર ભાજપના મોટા નેતાઓને પણ ટાર્ગેટ કરી શકે છે.જેને લઈને હવે દિલ્હીની સપરક્ષામાં બમણો વધારો કરાયો છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને પગલે દિલ્હી પોલીસે સંસદ ભવન અને લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. રાજપથથી સમગ્ર પરેડ રૂટ પર નજર રાખવા માટે બહુમાળી ઈમારતો પર શાર્પશૂટર્સ અને સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

આ સાથે જ ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એકલા નવી દિલ્હી જિલ્લામાં અર્ધલશ્કરી દળની 50 કંપનીઓ સાથે લગભગ 6000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે