Site icon Revoi.in

ઉત્તરાખંડના 6 જીલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જારીઃ કેટલાક હાઈવે માર્ગ બંધ કરાયા

Social Share

દહેરાદૂનઃ-  ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે વપરસાદના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરાયા છે કારણ કે ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે હાલ પણ ઉત્તરાખંડમાં વરસાદ અવિરત પણે  ચાલુ છે. 

હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે આગામી 24 કલાકમાં દેહરાદૂન, પૌડી, નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વર, પિથોરાગઢમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાપ્રમાણે , આ જિલ્લાઓમાં જ્યાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. રાજધાની દૂનમાં, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવા ઝરમર સાથે ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં ખરાબ હવામાનને કારણે રાજ્યમાં વિવિધ સ્થળોએ કાટમાળ ઘસી આવવાના કારણે 21 રાજ્ય ધોરીમાર્ગો સહિત 195 રસ્તાઓ બંધ કરાયા છે. આજરોજ શુક્રવારની સવારથી જ રાજ્યના 18 રાજ્ય ધોરીમાર્ગો સહિત 111 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

હમણા સુધીની જો વાત કરીએ તો ઉત્તરકાશી ઘણસાલી તિલવારા, કામદ ધોંત્રી ચમિયાલા બુધકેદાર આયરખાલ, બદેથી બન ચૌરા બદ્રીગઢ, લામ્બગાંવ મોટરના રાજખેત ઘણસાલી સહિત 21 રાજ્ય ધોરીમાર્ગો પરથી ભેખડો ઘસી આવવાની ઘટના સામે આવી છે..