Site icon Revoi.in

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફાઈનલી આજે લગ્નના બંઘનમાં બંઘાશે-  જાણો લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો

Social Share

બોલિવૂડમાં ખૂબ જ ચર્ચિત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને અનેક અફવાો ફેલાઈ રહી હતી, લગ્નની તારીખને લઈને અનેક અટકળો પણ ચાલી હતી ત્યારે હવે ફાઈનલી આજે 14 એપ્રિલના રોજ આલિયા અને રણબીર લગ્ન કરવા જઈ રહ્યા છે, સવારે તેમની હલ્દી શેરેમની યોજાઈ હતી મીડિયા રિપોર્ટ પ્રમાણ બપોરે 2 વાગ્યે આ કપલ 7 ફેરા લેશે.

આ કપલના લગ્ન પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે થી રહ્યા છે. તેમના લગ્નને સુપર સિક્રેટ રાખવા માટે, બંને કલાકારો અને તેમના પરિવારો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, રણબીર અને આલિયાના આ બહુપ્રતિક્ષિત લગ્નની ઝલક જોવા માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે.અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નમાં ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલા આઉટફિટ્સ પહેરી શકે છે. સબ્યસાચીએ તેમના લગ્ન માટે પેસ્ટલ થીમ રાખી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું આયોજન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવશે. સ્ટાર કપલના આ લગ્નમાં બહુ ઓછા લોકો હાજરી આપી છે, જેમાં પરિવારના સભ્યો સિવાય નજીકના મિત્રો પણ ભાગ લેશે.

લગ્નમાં શાહી ભોજન

રણબીર-આલિયાના લગ્ન વિશે સતત અપડેટ્સ આવતી રહે છે. આ ક્રમમાં હવે આ કપલના લગ્નનું મેનુ પણ સામે આવી ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે લગ્ન માટે શેફને દિલ્હીથી ખાસ બોલાવવામાં આવ્યો છે. આ શેફ લગ્ન માટે ચિકન, મટન, દાલ મખની, પનીર ટિક્કા, રોટી અને તંદૂરી વાનગીઓ તૈયાર કરશે.

ઉલ્લેખનીય છે કે 13 એપ્રિલના રોજ બંનેના લગ્ન સમારોહ યોજાયા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. આજે એટલે કે 14 એપ્રિલે રણબીર-આલિયાની હળદરની સેરેમની સાથે બપોરે ત્રણ વાગ્યે લગ્ન પણ છે. આ રીતે આજે બોલિવૂડનું સ્ટાર કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. આલિયા અને રણબીર કપૂર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ લગ્નની તારીખ છેવટ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. 13 એપ્રિલે મહેંદી સમારોહમાં હાજરી આપવા આવેલી નીતુ કપૂરને વારંવાર પૂછ્યા પછી જ તેણે લગ્નની તારીખ જાહેર કરી.

ઉલ્આલેખનીય છે કે લિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં વાસ્તુ એપાર્ટમેન્ટમાં રહે છે. બંનેના ફ્લેટ ટોપ અને બોટમ પર  છે. લગ્ન પછી તરત જ બંને પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. લગ્ન પહેલા, આલિયા અને રણબીર નીતુ કપૂર સાથે ઘણી વખત નવા ઘરની મલાકાત લેતા નજરે પડ્યા છે.

ગઈકાલથી જ બંન્નેના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.