Site icon Revoi.in

આલિયા ભટ્ટને મળ્યું મોટું સન્માન, પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં નામ સામેલ

Social Share

મુંબઈ:આલિયા ભટ્ટ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી છે.એકથી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયના પરાક્રમ દેખાડનાર આ અભિનેત્રીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે.બોલિવૂડમાં પોતાની જોરદાર એક્ટિંગ બતાવ્યા બાદ હવે આલિયા હોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે.પરંતુ તે પહેલા અભિનેત્રી માટે એક મોટા અને સારા સમાચાર છે.હાલમાં જ આલિયા ભટ્ટે વેરાયટીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.આલિયા ભટ્ટ વેરાયટીની 2023ની સૌથી પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં સ્થાન પામી છે.

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘RRR’ અને ‘બ્રહ્માસ્ત્ર’એ બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી હતી.હવે 2023ની પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં આલિયાનું નામ આવ્યા બાદ તેની અને તેના ચાહકોની ખુશી બેવડાઈ ગઈ છે.આ લિસ્ટમાં ઘણી એવી હસ્તીઓના નામ સામેલ છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના મનોરંજનમાં યોગદાન આપ્યું છે.

આલિયા ભટ્ટને RRR, બ્રહ્માસ્ત્ર અને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે આ સન્માન આપવામાં આવ્યું છે. અભિનેત્રીએ પોતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. આલિયા ઉપરાંત, આ યાદીમાં HBO હિટ હાઉસ ઓફ ધ ડ્રેગનની અભિનેત્રીઓ – મિલી આલ્કોક, એમિલી કેરી, ઓલિવિયા કૂક, એમ્મા ડી’આર્સી, સોનોયા મિઝુનોનો સમાવેશ થાય છે.આ યાદીમાં સ્પેનિશ સિંગર રોસાલિયાનું નામ પણ સામેલ છે.