Site icon Revoi.in

આલિયા ભટ્ટ હોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર,ગેલ ગેડોટ સાથે કરશે કામ

Social Share

મુંબઈ:આલિયા ભટ્ટ આજકાલ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને ઘણી ચર્ચામાં છે.તેમની ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે

હવે સમાચાર આવી રહ્યા છે કે,બોલિવૂડ બાદ આલિયા હવે હોલીવુડમાં પણ પોતાની કમાલ દેખાડવા માટે તૈયાર છે.રિપોર્ટ્સ અનુસાર, આલિયા નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મથી હોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મનું નામ છે હાર્ટ ઓફ સ્ટોન

રસપ્રદ વાત એ છે કે,આ ફિલ્મમાં આલિયા સાથે હોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ગેલ ગેડોટ હશે.આ સમાચાર સાંભળ્યા પછી ચાહકો હવે ઘણા ખુશ છે અને ચાહકો બંને અભિનેત્રીઓને એકસાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે ટ્વિટ કર્યું હતું કે, આલિયા ભટ્ટ હોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે અને ગેલ ગેડોટ સાથે નેટફ્લિક્સ ફિલ્મમાં જોવા મળશે. તે સ્પાય થ્રિલર ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળશે.

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

Exit mobile version