Site icon Revoi.in

આલિયા ભટ્ટ-રણબીર કપૂરની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર ટૂંક સમયમાં થશે રિલીઝ – મ્યૂઝિક કંપોઝર પ્રિતમે કહી આ વાત

Social Share

મુંબઈઃ- બોલિવૂડનું પ્રિય કપલ એવા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે જ હવે બન્નએ એક બીજા સાથે લગ્ન કરી લીધા બાદ ચાહકોની આતુરતા આ ફિલ્મને લઈને વધી છે ત્યારે આવી સ્થિતિમાં તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને અક અપડેટ સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે બન્નેના મેરેજ પહેલા જ  ફિલ્મમાંથી કેસરિયા ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરને જ એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો કે તમામ ચાહકો સોંગના આખા વીડિયોની રાહ જોઈ રહ્યા છે. ચાહકો માંગ કરી રહ્યા છે કે આ આખું ગીત રિલીઝ કરવામાં આવે. જો કે મ્યૂઝિક કંપોઝર પ્રિતમેસોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, ફિલ્મના ટ્રેલરને લઈને પણ અપડેટ પણ આપી છે.

પ્રિતમે ચાહકો માટે લખ્યું છે કે  ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતના ટીઝર માટે અમને જે પ્રેમ મળ્યો છે તેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત બન્યા. અમને આ બાબતે ઘણા મેસેજ મળી રહ્યા છે. ટૂંક સમયમાં આ સોંગ રિલીઝ કરવામાં આવશે, જો કે, અમારી પાસે બ્રહ્માસ્ત્ર ફિલ્મના ટ્રેલરને તમારા સામે રજૂ કરવાની યોજના છે. અમે હાલમાં ફિલ્મના ટ્રેલર પર ફોકસ કરી રહ્યા છીએ.

પ્રિતમે સોશિયલ મીડિયા પર ફેન્સ માટે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ એવા ચાહકો માટે લખી છે જેઓ કેસરિયા ગીત રિલીઝ કરવાનું કહી રહ્યા છે. પ્રિતમે જણાવ્યું છે કે, કેસરિયા ગીત પહેલા બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.એટલે એ વાત સાફ છે કે ટૂંક સમયમાં ફિલ્મ નું ટ્રેલર આવી જશે