Site icon Revoi.in

આલિયા ભટ્ટની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’નું સોંગ ‘જબ સૈયા’ રિલીઝ

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી નું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને દર્શકોની આતુરતા વધી રહી છે ત્યારે આજ રોજ આ ફિલ્મનું સોંગ જબ સૈયા પણ રિલીઝ થઈ ચૂક્યું છે.

ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીના ડાયગોલ્સ કયૂબ લોકપ્રિય થઈ રહ્યા છે, આ ટ્રેલરમાં આલિ.યા ભટ્ટની અદા ,ડાયલોગ્સ અને શાનદાર લૂકે લોકોના દિલ જીત્યા છે ત્યારે હવે ફિલ્મ જોવા દર્શકો આતુર બની રહ્યા છે.25 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપી રહી છે.

 

આલિયા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું નવું સોંગ ‘જબ સૈયાં’ રિલીઝ થયું છે. ગીતમાં આલિયા સાથે શાંતનુ મહેશ્વરી જોવા મળે છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. સોંગમાં આલિયા અને શાંતનુ વચ્ચેનો રોમાંસ જોવા મળી રહ્યો છે.