Site icon Revoi.in

આલિયા ભટ્ટની ફિલ્મ જિગરાનું મોશન પોસ્ટર થયું રિલીઝ,આ દિવસે સિનેમાઘરમાં મચાવશે ધૂમ

Social Share

મુંબઈ:આલિયા ભટ્ટ માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ એક સક્ષમ નિર્માતા પણ બની ગઈ છે. ‘ડાર્લિંગ’ની સફળતા બાદ હવે આલિયા ભટ્ટ વધુ એક દમદાર ફિલ્મ લાવવા જઈ રહી છે, જેની જાહેરાત અભિનેત્રીએ કરી છે. આ વખતે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં પણ થિયેટરોમાં ધમાલ મચાવશે.

આલિયા ભટ્ટે 25 સપ્ટેમ્બર 2023ના રોજ તેની આગામી ફિલ્મ ‘જિગરા’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટે પહેલીવાર નિર્માતા તરીકે કરણ જોહર સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને આલિયાના ઇટરનલ સનશાઇન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટ માત્ર ‘જિગરા’નું નિર્માણ જ નથી કરી રહી, પરંતુ આ ફિલ્મમાં તે મહત્વની ભૂમિકામાં પણ જોવા મળશે. આલિયાએ પહેલી ઝલક બતાવીને ‘જિગરા’ની રિલીઝ ડેટ જાહેર કરી છે.

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘જિગરા’નું એનિમેટેડ મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે, જેના દ્વારા અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. વીડિયોમાં આલિયા શર્ટ-પેન્ટ અને સ્નીકર્સ પહેરીને રસ્તાની વચ્ચે ઊભી છે, બેગ લઈને ઉદાસ દેખાઈ રહી છે. મોશન પોસ્ટરમાં અભિનેત્રીએ કહ્યું, “મારી તરફ જુઓ. મારી રાખડી પહેરે છે ને તું.તું  મારી સુરક્ષામાં છે. હું તને કંઈ થવા દઈશ નહીં.”

https://www.instagram.com/reel/CxpK9ybMFcj/?utm_source=ig_embed&ig_rid=ffb931ba-cba7-4230-a8c5-5e68d79c93d5

‘જિગરા’ 27 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન વસન બાલા કરી રહ્યા છે. અત્યાર સુધી માત્ર આલિયાનો લુક જ સામે આવ્યો છે. બાકીની સ્ટાર કાસ્ટના નામની રાહ જોવાઈ રહી છે.