Site icon Revoi.in

Gofirst ની તમામ ફ્લાઈટ્સ હવે 19 મે સુધી રદ કરાઈ,યાત્રીઓના રિફંડને લઈને આવ્યું અપડેટ

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ વિવાદમાં ફસાયેલ છે ત્યારે હવે  ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે  સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે.

એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને માહિતી આપતા વાડિયા ગ્રૂપની કંપનીએ કહ્યું કે રદ થયેલી ફ્લાઇટમાં ટિકિટનું રિફંડ પહેલાની જેમ જ પ્રક્રિયાના આધારે આપવામાં આવશે. ગ્રૂપની એરલાઇન ગોફર્સ્ટ મુશ્કેલીમાં છે, હરીફ કંપનીઓએ તેમના પાઇલોટ પર તાર લગાવવાનું શરૂ કરી દીધું છે.

ટાટા ગ્રૂપની કંપની એર ઈન્ડિયાએ આજે ​​અનુભવી પાઈલટ્સની ભરતી માટે એક જાહેરાત પણ બહાર પાડી છે. તેમ છતાં, ગોફર્સ્ટનું ઓપરેશન બંધ થયા પછી તેના સેંકડો પાઇલોટ્સ અને અન્ય કર્મચારીઓ મુશ્કેલીમાં છે.

નાણાકીય સમસ્યાનો સામનો કરી રહેલી ભારતીય એરલાઇન કંપની ગો ફર્સ્ટએ પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. કંપની તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. ગોફર્સ્ટ એ ટ્વિટ કર્યું છે કે ઓપરેશનલ કારણોસર કંપનીની તમામ ફ્લાઇટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી છે.

આ સહીત એરલાઈન્સે કહ્યું છે કે તેઓ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છે. આ સાથે કંપનીએ મુસાફરોની ટિકિટના પૈસા રિફંડ વિશે પણ માહિતી આપી છે. મુસાફરોને માહિતી આપતા વાડિયા ગ્રુપની કંપનીએ કહ્યું કે રદ થયેલી ફ્લાઈટ્સ પર ટિકિટનું રિફંડ પહેલાની જેમ જ પ્રક્રિયાના આધારે આપવામાં આવશે.