Site icon Revoi.in

ધોરણ 12 સાયન્સની તમામ વિષયોની પરીક્ષા ફરી આપી શકાશે, જે પરિણામ વધુ હોય તે માન્ય રહેશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો તૈયાર કરવાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બોર્ડના સત્તાધિશોએ પરીક્ષાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછા ટકા આવ્યા હોય કે નાપાસ થયા હોય તો તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. અને બન્ને પરીક્ષામાં જે વધુ પરિણામ હશે તે માન્ય રખાશે. આ ઉપરાંત ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે  ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પહેલા એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે બે વિષયની પરીક્ષા આપી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની આખરી તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ ધોરણ 10-12ના પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી આટોપી લેવાય તે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી. તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે. એટલે કે બન્ને વખતની પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.   ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પહેલા એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે બે વિષયની પરીક્ષા આપી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ 10 અને 12ની  પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપાસ થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પૂરક પરીક્ષા જ આપી શકતા હતા. પરંતુ આ વખતે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.  જે મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે. સાથે જ ધોરણ 12 બાદ કરિયરને લગતા કોર્સમાં કે ACPC ના કોર્સમાં પણ જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.