Site icon Revoi.in

સોમનાથ મંદિરના તમામ કળશને સુવર્ણથી મઢાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર પરના 1450થી વધુ કળશને સુવર્ણ જડિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે 60થી વધારે કળશ લગાવી દેવામાં આવ્યાં છે. આગામી વર્ષમાં તમામ કળશને સુવર્ણથી મઢીને લગાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢાવ્યા બાદ હવે મંદિરના વધુ એક ભાગને સુવર્ણ જડિત કરવામાં આવી રહ્યો છે. મંદિરના કળશને સુર્વણથી મઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક કળશની કિંમત 1.11 લાખથી લઇને 1.51 લાખ સુધીની હશે. આ કામગીરી માટે અત્યાર સુધીમાં 500 દાતાઓ નોંધાઇ ચૂક્યા છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીના જણાવ્યા અનુસાર, 2021ના અંત સુધીમાં મંદિરના ઘુમ્મટ પરના તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ થઇ જશે. કળશ મઢવાની કામગીરીમાં અત્યાર સુધીમાં 129 કિલોગ્રામથી વધારે સોનાનો વપરાશ થઇ ચૂક્યો છે.