Site icon Revoi.in

બદામના તેલમાં સમાયેલા છે અનેક ગુણો – જાણો બદામના તેલના ઉપયોગ તથા ફાયદાઓ

Social Share

બદામનું તેલ ગુણકારી – સામાન્ય રીતે બદામ ખૂબજ ગુણકારી ગણાય છે,બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લતગી યગમી બીમારીઓ દૂર થાય છે. તેજ રીતે બદામનું તેલ પણ ગુણોથી ભરપુર હોય છે,કારણ કે બદામના તેલમાં વિટામિન ઇ, વિટામિન એ, ઝિંક અને ઓમેગા -૩ ફેટી એસિડ્સ સમાયેલું હોય છે જે શરીરને મજબૂત બનાવે છે.

બદામના તેલથી મગજ અને હાડકાં મજબૂત બને છે,આ સાથે જ તેના માલીશ કરવાથી થાક પણ દૂર થાય છે. બદામનું તેલ ત્વચાની સંભાળ, વાળની ​​સંભાળ અને રસોઈમાં પણ મહત્વ ધરાવે છે.

બદામનું તેલ નોન-ગ્રીસી હોય છે. શિયાળાના ઠંડા હવામાન સામે રક્ષણ પણ કરે છે આ સાથે જ ત્વચાને નરમ અને કોમળ પણ બનાવે છે. તેનો ઉપયોગ તમે પ્રાઇમરી મોઈશ્ચરાઈઝર તરીકે  કરવો જોઈએ.

આ તેલથી તમે ફેશ પર અને શરીર પર મસાજ પણ કરી શકો છો. આ તેલના રોજેરોજ ઉપયોગ કરવાથી સૂકી કોણી, એડી અને ઘૂંટણની ચામળશી નરમ બને છે

બદામના તેલને આંગળીઓ અને હાથમાં આ તેલથી માલિશ કરીને તમે ખરબચડા નખને નરમ અને લીસ્સા બનાવી શકો છો,આ તેલના નિયમિત ઉપયોગથી ખેંચાયેલી ત્વચાના ડાઘા પણ દૂર કરી શકાય છે.

 

સાહિન-