- ચીનના સૈનિકો પીઓકેમાં
- લદાખ બાદ પીઓકેમાં જોવા મળ્યા
- ભારતીય સેના સતર્ક
દિલ્હી :ચીને ભારત સાથે પંગો લઈને એવી સ્થિતિ ઉભી કરી છે કે તે હવે તેને જ ભારે પડી રહી છે. ચીનની સ્થિતિ હાલ એવી છે કે તે નરમ પડે તો પણ વિશ્વ તેની તાકાતનો મજાક ઉડાવે અને કડક થાય તો ભારત જવાબ આપે. આવામાં ચીન હવે ભારત સાથે એવી રીતે લડાઈમાં ઉતરી આવ્યું છે અને ભારતને પરેશાન કરવા માટે તે લદાખ બાદ પીઓકેમાં પણ હલચલ કરી રહ્યું છે.
ચીને વિસ્તરણવાદી યોજનાઓને અમલમાં મૂકવાની કોશિશ શરૂ કરી છે અને આમાં તેનો ગુલામ એટલે કે પાકિસ્તાન પણ તેને સાથ આપી રહ્યું છે. વાત એવી છે કે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સૈનિકોની હિલચાલ જોવા મળી રહી છે. સમાચાર અનુસાર ચીની સૈનિકો અને એન્જિનિયરોએ પીઓકેમાં સરહદી ચોકીઓ અને ગામોનો સર્વે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીનના સૈનિકો દ્વારા જે સ્થળો પર સર્વે કરવામાં આવ્યો તે જગ્યાએ જ આતંકવાદીઓના લોંચ પેડ્સ છે. અને વિશ્વના તમામ દેશોને શક છે કે ચીન પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સાથે મળીને આતંકવાદીઓને મદદ કરી રહી છે અને ભારત વિરુદ્ધ ક્રૃત્ય ઘડી રહ્યું છે.
ભારતીય એજન્સીઓ પીઓકેમાં ચીની સૈનિકોના સર્વેનો હેતુ શોધી રહી છે. પરંતુ જો સૂત્રોનું માનીએ તો ચીન PoKમાં એવા મોડલ ગામડાઓ બનાવવા માંગે છે જેનો ઉપયોગ નાગરિક અને સૈન્ય બંને રીતે થઈ શકે. જેમ ચીને LAC પર અરુણાચલ પ્રદેશ પાસે ગામડાં બનાવ્યાં છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત-ચીન સરહદ પર શિયાળામાં સંઘર્ષની કોઈ શક્યતા નથી. હા, નાના પાયે તણાવ થઈ શકે છે. મતલબ કે શિયાળાના પડકારનો સામનો કરવા માટે સરહદ પર તૈનાત સૈનિકોને લોજિસ્ટિક્સ પ્રદાન કરવું ખૂબ જ જરૂરી છે અને ચીન આ મામલે ભારત કરતાં વધુ સારી સ્થિતિમાં છે.