Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રંથપાલોની 18 હજાર જગ્યાઓ ખાલી છતાં બે દાયકાથી ભરતી કરાતી નથી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. ત્યારે બીજીબાજુ છેલ્લા બે દાયકામાં આશરે 15,000 જેટલા ગ્રંથાલયમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ગ્રંથપાલની પોસ્ટ માટે ઉપલબ્ધ છે. તેમ છતાં આ ગ્રંથપાલોની આશરે 18,000 જેટલી જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના શિક્ષણ, નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને 78 વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી સુધી આ અંગેની નિમણૂક ન કરાઈ હોવાથી ગ્રંથપાલની શૈક્ષણિક લાયકાત ધરાવતા હજારો યુવાનોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે.

રાજ્યમાં સરકારી લાયબ્રેરીઓ, શાળા – કોલેજોની લાયબ્રેરીઓ, મ્યુનિ. હસ્તકની લાયબ્રેરીઓમાં 15000 જેટલી ગ્રંથપાલોની જગ્યાઓ ખાલી છે. સરકારે છેલ્લા 20 વર્ષથી ખાલી જગ્યાઓ ભરી નથી. બીજીબાજુ લાયબ્રેરીનો કોર્ષ કરીને હજારો ડિગ્રીધારી યુવાનો ગ્રંથપાલની જગ્યા બહાર પડે તેની રાહ જોઈ રહ્યા છે. અને સરકારમાં ગ્રંથપાલોની ખાલી જગહ્યાઓ ત્વરિત ભરવા માટે 78 જેટલા આવેદનપત્ર આપ્યા છે, છતાં શાળા અને કોલેજોમાં ગ્રંથપાલની ભરતી ન કરતા,  યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવેમ્બરના ત્રીજા વીકમાં દિલ્હી મળવા જશે.  ગ્રંથપાલની ડિગ્રીધારી યુવાનોએ જણાવ્યું હતું કે,છેલ્લા 23 વર્ષથી અનેકવાર રજૂઆતો છતાં ગ્રંથપાલોની ભરતી કરાઈ નથી. રાજ્યના 70 ટકા ગરીબ વિદ્યાર્થીઓ સરકારી શાળા, કોલેજમાં અભ્યાસ કરે છે, ત્યાં ગ્રંથાલયો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ‘વાંચે ગુજરાત  2010થી શરુ કરાયુ છે .તેમાં પણ ગ્રંથપાલો ભરતી પ્રક્રિયા થતી નથી. જો સરકાર ગ્રંથપાલની જગ્યા જ નાબુદ કરવા માગતી હોય તો અભ્યાસક્રમ પણ બંધ કરી દેવો જોઈએ. સરકાર કંઈ જવાબ નથી આપતી એટલે ગ્રંથપાલો મુંઝાયા છે.