1. Home
  2. Tag "vacant"

ભાવનગર જિલ્લાની શાળાઓમાં 700ની જિલ્લાફેર બદલી થતાં હવે 1071 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી

ભાવનગરઃ જિલ્લામાં તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલી કામ્પ યોજાયો હતો. જેમાં 700 જેટલા શિક્ષકોએ પોતાના વતનમાં જવા માટે જિલ્લાફેર બદલીઓ માગતા તેને મંજુર કરવામાં આવતા 700 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા બહાર નોકરી કરતા 100 શિક્ષકો બદલી થઈને આવતા હજુ 1071 જેટલા શિક્ષકોની ઘટ પડી છે. આમ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના અભાવે શિક્ષણ પર […]

વિદ્યાર્થીઓમાં ઈજનેરી પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, છેલ્લા 5 વર્ષથી ડિપ્લામાની 40 ટકા બેઠકો ખાલી રહે છે

અમદાવાદઃ ગુજરાતાં એક સમયે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ધસારો રહેતો હતો. કાપડની મિલો ધમધોકાર ચાલુ હતી ત્યારે ટેક્સટાઈલ ફેકલ્ટીમાં ઊંચી ટકાવારીએ પ્રવેશ અટકતો હતો. ત્યારબાદ કેમિકલ બ્રાન્ચનો જમાનો હતો, ત્યારબાદ કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. મિકેનિકલ, આઈસી. ઈલેક્ટ્રિક સહિતની બ્રાન્ચોમાં પણ ચડાઉ-ઉતાર જોવા મળ્યો છે. જે ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ સૌથી વધુ રહેતી […]

ધો. 12નું પરિણામ ઊંચુ આવ્યુ હોવા છતાં ઈજનેરી કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી રહેવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયુ હતું આ પરિણામ ગત વર્ષ કરતા વધુ આવ્યુ છે. પરંતુ વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ગત વર્ષે પણ એન્જિનિયરીંગની વિવિધ બ્રાન્ચોની અનેક જગ્યાઓ ખાલી રહી હતી. અને આ વર્ષે પણ એન્જિનિયરીંગ કોલેજોમાં 20 થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. સૂત્રોના […]

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષ બીએસસીમાં પ્રવેશના અંતે 9000 બેઠકો ખાલી રહી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએેસસીની પ્રવેશ કાર્યવાહીમાં ચાર રાઉન્ડના અંતે 9 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. પ્રથમ વર્ષ બીએસસીની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત આશરે 14 હજાર બેઠકોમાંથી 4500થી વધુ બેઠકો ભરાઈ છે, જ્યારે બાકીની બેઠકો ખાલી રહી છે. આમ ધો. 12 સાયન્સમાં માસ પ્રમોશન અપાયા બાદ પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હોવા થતાં બીએસસીની […]

ગુજરાતમાં ગ્રંથપાલોની 18 હજાર જગ્યાઓ ખાલી છતાં બે દાયકાથી ભરતી કરાતી નથી

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. ત્યારે બીજીબાજુ છેલ્લા બે દાયકામાં આશરે 15,000 જેટલા ગ્રંથાલયમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ગ્રંથપાલની પોસ્ટ માટે ઉપલબ્ધ છે. તેમ છતાં આ ગ્રંથપાલોની આશરે 18,000 જેટલી જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના શિક્ષણ, નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને 78 વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી સુધી […]

ડિપ્લામા એન્જિનિયરિંગમાં 56 ટકા બેઠકો ખાલી, હવે ગ્રેસિંગથી પાસ થયેલાને પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં ધો. 10 બાદ ડિપ્લામાના અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે 56 ટકા બેઠકો ખાલી રહી છે. આ વર્ષે ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તેથી બેઠકો પુરતી ભરાઈ જશે એવું લાગતું હતું પણ મોટાભાગની બેઠકો ખાલી રહી છે. આથી ડિપ્લામા ઈજનેરી કોલેજોના સંચાલકોએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને એવી રજુઆત કરી હતી કે જે વિદ્યાર્થીઓ […]

રાજ્યમાં 10 વર્ષથી ગ્રંથપાલોની અનેક જગ્યાઓ ખાલી પણ સરકારને ભરતીમાં રસ નથી

ગાંધીનગરઃ રાજ્યમાં સરકાર હસ્તક અનેક લાયબ્રેરીઓ આવેલી છે, તેમજ સરકારી શાળા કોલેજોમાં પણ પણ લાયબ્રેરીઓ આવેલી છે,  વિદ્યાર્થીઓથી લઈને વાંચનના શોખીનો પણ નિયમિત લાયબ્રેરીઓની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ મોટાભાગની લાયબ્રેરીઓમાં ગ્રંથપાલોની જગ્યાઓ ખાલી છે. સરકારને ગ્રંથપાલની જગ્યાઓ ભરવા માટે કોઈરસ ન હોય એવું લાગી રહ્યું છે. શાળા-કોલેજોની લાયબ્રેરીમાં ગ્રંથપાલની ભરતી માટે છેલ્લા 10 વર્ષ […]

રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લામા ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશના અંતે 60 હજારથી વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે 62 હજાર જેટલી બેઠકો ખાલી રહી ગઇ છે. આ વર્ષે કોરોનાને લીધે બોર્ડે માસ પ્રમોશન આપ્યું હોય ઇજેનરી તરફ ધો.10 અને ધો.12 પાસનો ધસારો વધશે અને બેઠકો ભરાશે તેવી આશા હતી પણ ડિગ્રી ઇજનેરીમાં એડમિશનના બીજા રાઉન્ડના અંતે 30,697 અને ડિપ્લોમા ઇજનેરીમાં 31,154 બેઠકો વણપુરાયેલી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code