Site icon Revoi.in

જર્મનીમાં જન્મેલી બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા થઇ 35 વર્ષનીઃ મા બનવાની ખુશી ચાહકો સાથે શેર કરી

Social Share

મુંબઈઃ જર્મનીના ફ્રેન્કફર્ટમાં 12 જુલાઈ 1986 માં જન્મેલી એવલિન શર્માએ બોલિવૂડમાં પોતાની એલગ ઓળખ બનાવી છે. આજના આ દિવસે તે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે. જોકે તેના જન્મદિવસની પહેલા જ તેને ખૂબ સરસ સમાચાર કે ભેટ મળી છે. વાત જાણે એમ છે કે, એવલીન ખૂબ જ જલ્દી માતા બનવા જઈ રહી છે અને તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કરી છે.

આ સમાચાર શેર કરતા તેણે કહ્યું, ‘અમે ખૂબ ખુશ છીએ. મારા જન્મદિવસ પર આ મને એક શ્રેષ્ઠ ભેટ મળી છે. અમે ભવિષ્યના દરેક ક્ષણ માટે તૈયાર છીએ. એવલિને કહ્યું કે બાળકનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થશે. આ સાથે, તેમણે તેમના પરિવાર અને મિત્રો સાથે મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.

એવલિને  બોલિવૂડમાં ઘણા સહાયક પાત્રો પણ કર્યા છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે થોડા સમય માટે રણબીર કપૂર સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ સિવાય વર્ષ 2014 માં તે ફિલ્મ ‘યારિયાં’ માં પણ જોવા મળી હતી. આ ફિલ્મનું સની સન્ની સોંગ ફએમસ થયું હતું

15 મેના રોજ એલવિને ઓસ્ટ્રેલિયાના સર્જન તુષ્ણ ભીંડી સાથે લગ્ન કર્યા હતા, ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં લગ્નની બધી વિધિઓ ગુપ્ત રીતે કરવામાં આવી હતી. જ્યારે તેમના લગ્નના સમાચાર બહાર આવ્યા ત્યારે ચાહકોવે શોક લાગ્યો હતો. હવે એવલિનનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તે તેનાથી ખૂબ ખુશ છે. કેટલીક  જાણીઅજાણી વાતો વાતો આજના દિવસે જાણીશું.

એવલિનના પિતા ભારતીય છે અને માતા જર્મન છે. એવલિન કોલેજના દિવસોથી જ મોડેલિંગને પસંદ કરતી હતી. આ સમય દરમિયાન તેણે કેટલીક કોસ્મેટિક બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યું. એવલિન ભારતમાં બોડી કેરની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. એવલિન શર્મા આઠ ભાષાઓની જાણકાર છે, જેમાં અંગ્રેજી, હિન્દી, જર્મન, સ્પેનિશ, થાઈ, ટૈગલોગ ફિલિપિનો, ફ્રેન્ચ અને ડચ શામેલ છે. તેણે ફિલ્મ ‘ફ્રોમ સિડની વિથ લવ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ પહેલા તેણે ‘ટર્ન લેફ્ટ’ નામની અંગ્રેજી ફિલ્મથી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

Exit mobile version