Site icon Revoi.in

હંમેશા પેટમાં દુખાવાની સમસ્યા રહે છે? તો તાત્કાલિક ડોક્ટરને જાણ કરો,હોઈ શકે આ ગંભીર બીમારી

Social Share

ડોક્ટરો તથા જાણકારો દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો તેની અવગણના કરવી જોઈએ નહી, અને ડોક્ટરને તરત જ તેની જાણ કરવી જોઈએ, પણ કેટલાક લોકો દ્વારા શરીરની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું નથી અને તેની અવગણના કરવામાં આવે છે જેના કારણે તેમને આગળ જતા અનેક પ્રકારની સમસ્યા થાય છે.

આવામાં જો વાત કરવામાં આવે પેટના દુખાવાની તો તેની પણ કોઈએ અવગણના કરવી જોઈએ નહીં, કારણ કે તે અલ્સર પણ હોઈ શકે. પેટમાં અલ્સર ત્યારે થાય છે જ્યારે પેટમાં અતિશય માત્રામાં એસિડ જમા થાય છે અને તે પેટમાં લાળના જાડા પડને પાતળું કરી નાંખે છે. આ લાળ સામાન્ય રીતે આંતરિક અવયવોને વધારાના એસિડના નુકશાનથી રક્ષણ આપવાનું કામ કરતુ હોય છે.

જ્યારે આ સ્તર નબળું પડે છે, ત્યારે પેટના એ પાતળા બનેલા સ્તર પર ચાંદા અથવા ફોલ્લીઓ બની શકે છે અને તે અલ્સર તરફ દોરી શકે છે. એ જ રીતે, અલ્સરના બીજા અન્ય કારણો પણ છે જેમ કે હેલિકોબેક્ટર પાયલોરી (એચ. પાયલોરી) નામના બેક્ટેરિયાથી થતો ચેપ અને અમુક બળતરા વિરોધી દવાઓના લાંબા સમય સુધી ઉપયોગ કરવાના કારણે પણ પેટમાં અલ્સર થઈ શકે છે.

પેટના અલ્સરના લક્ષણોમાં રાહત મેળવવા માટે લીંબુ સરબત પણ ફાયદાકારક છે.જેમ કે અડધા કપ દૂધમાં અડધો લીંબુનો રસ દૂધ સાથે નીચોવી લો. તે પછી, તેને નિયમિત પીવો. રોજિંદા રીતે આમ કરવાથી પેટના અલ્સરના લક્ષણોમાં આરામ મળે છે. આ ઉપરાંત પેટના અલ્સરના લક્ષણોમાં રાહત મેળવવા માટે તમે ગાજરના રસને કોબીજના રસમાં ભેળવીને તેનું સેવન કરો. પણ યાદ રાખો બંને શાકભાજીનો રસ સમાન માત્રામાં હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની પૃષ્ટિ કરવામાં આવતી નથી.