Site icon Revoi.in

અમરનાથ યાત્રા 3 દિવસ બાદ ફરી થઈ શરૂ,ખરાબ હવામાનને કારણે અટકાવવામાં આવી હતી યાત્રા

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જેના વિશે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં સુધારો થતાં રવિવારે બપોરે પહેલગામ બાજુથી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રાને પંજતરણી અને શેષનાગ બેઝ કેમ્પથી ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે હવામાનમાં સુધારો થયા બાદ વહીવટીતંત્રે યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે અમરનાથ ગુફાની આસપાસ આકાશ સ્વચ્છ થયા બાદ અધિકારીઓએ ગુફા મંદિરના દરવાજા ખોલી દીધા અને ફસાયેલા શ્રદ્ધાળુઓને દક્ષિણ કાશ્મીર હિમાલયમાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગની મુલાકાત લેવાની મંજૂરી આપી. પંજતરની બેઝ કેમ્પના એક વરિષ્ઠ અધિકારીએ ફોન પર જણાવ્યું કે જે શ્રદ્ધાળુઓ પહેલાથી જ ‘દર્શન’ કરી ચૂક્યા છે તેમને બાલટાલ બેઝ કેમ્પમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.

અમરનાથ યાત્રા અગાઉ અવિરત વરસાદ અને ભૂસ્ખલનને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે હજારો શ્રદ્ધાળુઓ જમ્મુના વિવિધ સ્થળોએ અને ગુફા મંદિરના માર્ગ પર ફસાયેલા હતા. ભારે વરસાદને કારણે 6 હજાર અમરનાથ યાત્રીઓ રામબનમાં અટવાયા હતા. ખરાબ હવામાનને કારણે બીજા દિવસે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર યાત્રા સ્થગિત રહી હતી. સેનાએ અનંતનાગ જિલ્લાના કાઝીગુંડ ખાતેના પોતાના કેમ્પમાં ભારે વરસાદને કારણે ઘાટીમાં ફસાયેલા 700થી વધુ અમરનાથ યાત્રીઓને આશ્રય આપ્યો છે.