Site icon Revoi.in

બિહારના આ વ્યક્તિની કમાલ,જોઈને તમે પણ કહેશો કે અરે વાહ..

Social Share

લગ્નમાં હેલીકોપ્ટરમાં એન્ટ્રી મારવી તે સૌ કોઈને ગમતી હોય છે,પણ તેના ખર્ચને ધ્યાનમાં રાખીને મોટાભાગના લોકો પગ પાછા કરી દે છે.પણ બિહારના એક વ્યક્તિએ એવું કામ કર્યું કે એના કામને જોઈને તો સૌ કોઈ ચોંકી જશે.બિહારના ખગરિયાના રહેવાસી દિવાકર કુમારે પોતાનું એવું દિમાગ ચલાવ્યું કે હવે તેની કાર એક સુંદર હેલિકોપ્ટર જેવી દેખાઈ રહી છે.

દિવાકર કુમારે કહ્યું કે તેને આ કામ કરવાની પ્રેરણા યુટ્યુબથી મળી છે. તેણે યુટ્યુબ પર આવું કંઈક જોયું અને તેણે મન બનાવી લીધું. કંઈક નવું કરવાનો વિચાર કરનાર દિવાકરે ગાડીમાં મોડિફિકેશન કરવાનું વિચાર્યું. તેણે જણાવ્યું કે તેણે આ ફેરફાર પાછળ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

બિહારના દિવાકર કુમારે પોતાની ભાવિ યોજના બતાવતા કહ્યું કે, આ મોડિફિકેશન કરેલી ગાડીનો ઉપયોગ લગ્ન સમારોહમાં બુકિંગ માટે કરશે.ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે કારને હેલિકોપ્ટરમાં બદલી શકાય છે. દિવાકર કુમારના આ પરાક્રમને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

જો કે ભારતના લોકો તેમના જુગાડ માટે વિશ્વભરમાં જાણીતા છે. આવા જ એક માણસે પોતાના જુગાડુ દિમાગ દોડાવીને કારનું ઇનોવેશન કર્યું છે.

Exit mobile version