Site icon Revoi.in

શેર ગગડવાને કારણે અમેઝનની વેલ્યૂ 3.21 લાખ કરોડ રૂપિયા ઘટી

Social Share

અમેરિકાના શેરબજારમાં અમેઝનના શેર શુક્રવારે 5.38 ટકા ગગડયા છે. આને કારણે અમેઝનની માર્ગે કેપ 3.21 લાખ કરોડ રૂપિયા ઘટીને 56.45 લાખ કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતે ઈ-કોમર્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેની અસર શુક્રવારે કંપનીના શેર પર પણ જોવા મળી હતી.

બીજી તરફ વોલમાર્ટના શેરમાં પણ 2.06 ટકા ઘટાડો નોંધાયો છે. તેના કારણે તેની વેલ્યૂએશન 40 હજાર 470 કરોડ રૂપિયા ઘટીને 19.36 લાખ કરોડ રૂપિયા થઈ છે.

ઓનલાઈન રિટેલમાં એફડીઆઈની સંશોધિત નીતિ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થઈ છે. વિદેશી રોકાણવાળી ઈકોમર્સ કંપનીઓ માટે ભારતમાં નિયમો કડક થઈ ગયા છે. તેના માટે અમેઝન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ એક્સક્લૂઝિવ ડીલ ઓફર કરી શકી નથી. પોતાની હિસ્સેદારીવાળી અન્ય કંપનીઓની પ્રોડક્ટ વેચી નહીં શકે. ભારતના ઈકોમર્સ માર્કેટમાં અમેઝનની 31 ટકા હિસ્સેદારી છે.

ભારતમાં કારોબારને જોતા અમેઝન જેવી કંપનીઓએ સરકારને અપીલ કરી હતી કે ઈકોમર્સને નવા નિયમોથી કેટલોક સમય અને છૂટ આપવામાં આવે. પરંતુ સરકારે સમય મર્યાદા વધારી નથી.

અમેઝન અને વોલમાર્ટ ભારતમાં સતત કારોબારી વિસ્તરણ થઈ રહ્યું છે. વોલમાર્ટે ગત વર્ષ મે માસમાં ફ્લિપકાર્ટની 77 ટકા હિસ્સેદારી 1.07 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ઈકોમર્સ સેક્ટરમાં દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.

નવી નિયમોના કારણે અમેઝન અને વોલમાર્ટની ભારતીય કારોબાર પર અસર પડી શકે છે. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં અમેઝનના ઈન્ટરનેશનલ બિઝનસનો ગ્રોથ ધીમો રહ્યો છે. કંપનીએ ગુરુવારે ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા હતા.