Site icon Revoi.in

અમદાવાદના કોટ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા દુર કરવા એએમસી 333 કરોડનો ખર્ચ કરશે

Social Share

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં દુષિત પાણીની ફરિયાદો ઊઠી છે. વર્ષો જુની પાણીની લાઈનો સડી ગઈ છે. ગટર અને પીવાનું પાણી એક થતું હોવાનું પણ તંત્રના ધ્યાનમાં આવ્યું છે. આથી કોટ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે 333 કરોડના ટેન્ડરો જારી કરવામાં આવશે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા હોવાથી ચૂંટણી પૂર્ણ થયા બાદ ટેન્ડરની પ્રકિયાને આગળ ધપાવીને ઝડપથી કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની અને ગટરની લાઈનો આવેલી છે. છેલ્લા અનેક વર્ષોથી ગટર ઉભરાવવાની અને પ્રદૂષિત પાણી આવા અંગેની ફરિયાદો ઉઠી રહી હતી, જેના પગલે  કોટના મધ્ય ઝોન વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 333 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ આ ટેન્ડરની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવ્યા બાદ કામગીરી ઝડપી શરૂ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મધ્ય ઝોનમાં આવતા ખાડિયા, જમાલપુર, રાયપુર સહિતના વિસ્તારમાં રોજની 1000 કરતાં વધારે ફરિયાદ તો માત્ર ગટર ઉભરાવાની આવે છે. કુલ ફરિયાદો પૈકી 60 ટકા ફરિયાદો માત્ર ગટર ઉભરાવાની આવતી હોવાનું જાણવા મળ્યું છે. આ સમસ્યાનો કાયમી અંત લવાશે. મધ્ય ઝોન વિસ્તારમાં ગટર લાઇન અને પાણીની લાઇનની કામગીરી પુર્ણ થાય ત્યાંર બાદ રસ્તાઓ બનાવવામાં આ‌વશે. જેમાં જ્યાં ડામરનો રસ્તો હશે ત્યાં ડામરનો રસ્તો અને જ્યાં સીમેન્ટ કોન્ક્રિંટનો રસ્તો હશે તે પ્રકારે ફરીથી યથાવત સ્થિતિમાં બનાવી દેવામાં આવશે.