Site icon Revoi.in

અમદાવાદમાં પ્લાસ્ટિક અને ગંદકી સામે AMCની ઝૂંબેશ, 30 દુકાનો સીલ, 1 ટન પ્લાસ્ટિક જપ્ત

Social Share

અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી અને પ્લાસ્ટિક વાપરવા બદલ કુલ 31 દુકાનો- ગોડાઉનને સીલ કરવામાં આવી છે. તેમજ શહેરના ઓઢવ રીંગરોડ પર ક્રિષ્ના એસ્ટેટમાં તપાસ કરતા મોટી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચમચીઓ બનાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા એક ટન પ્લાસ્ટિકની ચમચીનો જથ્થો જપ્ત કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને એએમસી દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચા ની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિવિધ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી અને પ્લાસ્ટિક વાપરવા બદલ કુલ 31 દુકાનો- ગોડાઉનને સીલ કરવામાં આવી છે. પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઓઢવ રીંગરોડ પર ક્રિષ્ના એસ્ટેટમાં તપાસ કરતા મોટી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકમાંથી ચમચીઓ બનાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા એક ટન પ્લાસ્ટિકની ચમચીનો જથ્થો જપ્ત કરાયો હતો.. જ્યારે ગંદકી અને પ્લાસ્ટિક વાપરવા બદલ 18 દુકાનોને સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા, બોડકદેવ, ગોતા સહિતના વિસ્તારોમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 79 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી 60 જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી. 4.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 87,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે 12 જેટલી દુકાનોની બહાર જાહેર રોડ ઉપર કચરો અને પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મળી આવતા દુકાનોને સીલ કરવામાં આવી હતી.