Site icon Revoi.in

સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી અમદાવાદને નવી ઓળખાણ મળશેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

Social Share

અમદાવાદઃ શહેરમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગુજરાતી ભાષામાં અમદાવાદની જનતા અને ક્રિકેટ પ્રેમીઓને સંબોધન કર્યું હતું. તેમજ તેમણે આજથી શરૂ થઈ ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડની ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમની આધુનિક સુવિધાઓ મળશે. ભારતને ક્રિકેટનું હબ કહેવાય છે ત્યારે હવે ક્રિકેટનું દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ ભારતમાં છે. જીસીએ દ્વારા પ્રોત્સાહિત કરેલા ખેલાડીઓમાં જસમીત બુમરાહ અને અક્ષર પટેલ સામેલ છે. આપણે ક્રિકેટની જેમ અન્ય ખેલના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં રાષ્ટ્રીય રમતોનું પણ આયોજન થઈ શકશે તેમ મને જણાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદને નવી ઓળખ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રતિભાવાળા ખેલાડીઓ આ આધુનિક સુવિધાઓનો લાભ લઈ શકશે. પ્રતિભા ધરાવતા બાળકો યોગ્ય તાલીમ નથી મેળવી શકતા. જો કે, યોગ્ય સુવિધાઓને કારણે ખેલાડી યોગ્ય તાલીમ મેળવી શકશે. રતમના મેદાનમાં શારિરીક વિકાસની સાથે ચારિત્રનું નિર્માણ થાય છે. આજથી શરૂ થતી ટેસ્ટ મેચ માટે ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓને શુભકામનાઓ આપું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં ઉભી કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીસીએના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.